ગુજરાતમાં કોરોના ની બીજી લહેર દિવસેને દિવસે ઘટી રહી છે. ગુજરાત રાજ્યમાં ગઈકાલે 18 શહેરોમાં લોકડાઉનના પ્રતિબંધોમાં ફેરફાર કર્યા. રાજ્યમાં કર્ફ્યુ સિવાયના તમામ વિસ્તારોમાં દુકાનદારો, મોલ, રેસ્ટોરન્ટ, પાર્લર સહિતની વ્યવસાયિકો પ્રવૃતિ ધરાવતા સંચાલકો, માલિકો, સ્ટાફ સહિતના તમામ લોકોને આગામી 10 જુલાઇ સુધી ફરજિયાત વેક્સિન લેવી પડશે.
જો આ લોકો રસી નહિ લે તો તેને વ્યવસાયના એકમોને બંધ કરી દેવામાં આવશે આવું મુખ્યમંત્રી વિજય રૂપાણીએ સ્પષ્ટ શબ્દોમાં કહી દીધું છે.
ગુજરાત રાજ્યમાં કોરોના ની બીજી લેહર દિવસેને દિવસે ઘટી રહી છે. અને રાજ્યમાં કોરોના થી મૃત્યુ પામનાર લોકોની સંખ્યા પણ ઘટી રહી છે. જેમાં મુખ્યમંત્રી વિજય રૂપાણી ના અધ્યક્ષ સ્થાને યોજાયેલી કોર કમિટીની બેઠકમાં મહત્ત્વના નિર્ણય લેવામાં આવ્યા છે.
રાજ્યમાં 18 શહેરમાં રાત્રિ કરફ્યુ નો સમય એક કલાક ઘટાડ્યો. હવે સવારે 6 વાગ્યા થી 10 વાગ્યા સુધી 18 શહેરોમાં આ નિયમ લાગુ પડશે. રાજ્યમાં આઠ નગરપાલિકાઓ અને વાપી, વલસાડ, અંકલેશ્વર, મહેસાણા, નવસારી, મોરબી, પાટણ, ભુજ અને ગાંધીનગર એમ કુલ 18 શહેરોમાં રાત્રી કર્ફ્યુનો આ સમયે લાગુ રહેશે.
આ આઠ શહેરોમાં રેસ્ટોરન્ટ, હોટલ 9 વાગ્યા સુધી 60 ટકાની સમતા સાથે ચાલુ રાખવામાં આવશે. આ ઉપરાંત રાજ્યમાં હોમ ડિલિવરી રાત્રે 12 વાગ્યા સુધી ચાલુ રાખી શકો છો. ઉપરાંત 18 શહેરોમાં વ્યવસાયિક એકમો રાત્રે 9 વાગ્યા સુધી ચાલુ રાખી શકો છો.
ઉપરાંત લગ્નમાં લોકો સુધી ઉપસ્થિત રહે શકશે. અંતિમ ક્રિયા અને દફનવિધિ માં 40 લોકો ની છુટ આપવામાં આવી છે. ધાર્મિક સ્થાનો પર હોલની સમતા 50 ટકા અને વધુમાં વધુ 200 લોકોની ઉપસ્થિત રહી શકે છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!
Be the first to comment