ગુજરાત સરકારે જાહેર કરી નવી માર્ગદર્શિકા, 14 એપ્રિલથી આ નિયમોનું કરવું પડશે પાલન.

460

ગુજરાત રાજ્યમાં કોરોના ની સ્થિતિ બેકાબૂ બનતાં હાઈકોર્ટે મેદાનમાં ઉતરવું પડ્યું છે. સોમવારે સવારે હાઇકોર્ટની ચીફ જસ્ટિસની મળેલી મિટિંગમાં અનેક મહત્વના મુદ્દાઓ પર રાજ્ય સરકારને સુચન કરવામાં આવ્યા હતા. સરકારની કોરોના અંગેની કામગીરી પર હાઈકોર્ટે ઝાટકણી પણ કરી હતી.

તેવામાં હાઇકોર્ટના મહત્વના સૂચનો અંગે સરકાર દ્વારા વિચારણા કરી નવા નિયમો જાહેર કર્યા છે. જેની અમલવારી આવતીકાલથી લાગુ કરવામાં આવશે.રાજ્યમાં કોરોનાવાયરસ ની સ્થિતિ અંગે.

હાઇકોર્ટે રાજ્ય સરકારની ઝાટકણી કર્યા બાદ ગઇકાલે સાંજે સરકારનો પક્ષ રજૂ કરવામાં આવ્યો હતો.ગુજરાત રાજ્યમાં કોરોના ની અસર કેટલાક શહેરોમાં વધારે વર્તાઈ રહી છે. જે અંગે રાજ્ય સરકારે ગંભીરતાપૂર્વક વિચારણા કરી છે.

પુખ્ત વિચારણાને અંતે રાજ્ય સરકારે નીચે મુજબની બાબતો અમલમાં મૂકવા નિર્ણય કર્યો છે.14 એપ્રિલથી લગ્ન સમારંભ માં 50 થી વધુ વ્યક્તિઓ એકઠા કરી શકાશે નહીં. જે શહેરોમાં રાત્રી કરફ્યુ અમલમાં છે.

ત્યાં કરફ્યુ ના સમયની અવધી દરમ્યાન લગ્ન સંભારભ યોજી શકાશે નહીં. અંતિમવિધિ અથવા ઉત્તર ક્રિયા માં 50 થી વધારે લોકો એકત્ર કરી શકાશે નહીં.

રાજકીય/સામાજિક/ધાર્મિક કાર્યક્રમો ઉપરાંત જન્મદિવસની ઉજવણી કે અન્ય મેળાવડા યોજવા પર તાત્કાલિક પ્રતિબંધ રહેશે. એપ્રિલ-મે મહિના દરમ્યાન કોઈપણ ધર્મના તહેવારો જાહેરમાં ઉજવી શકાશે નહીં.

તથા જાહેરમાં લોકો એકત્ર થઇ શકશે નહીં. સરકારી, અર્ધસરકારી, બોર્ડ, કોર્પોરેશન તથા તમામ પ્રકારની ખાનગી ઓફિસમાં કર્મચારી ની હાજરીની સંખ્યા 50 ટકા સુધી રાખવાની રહેશે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!