ગુજરાતની જનતાને પેટ્રોલ-ડીઝલમાં રાહત મળી શકે છે. એક તરફ રાજ્યમાં કોરોના ના કેસો ધીમેધીમે ઘટી રહ્યા હતા ત્યારે બીજી તરફ પેટ્રોલ-ડીઝલના ભાવમાં દિવસે દિવસે વધારો થતો હતો અને ચિંતા ખૂબ જ પરેશાન હતી. ત્યારે પેટ્રોલ-ડીઝલના ભાવમાં રાહત મળી શકે છે.
ગુજરાત સરકાર દ્વારા ડીઝલ પર વેટ ઘટાડવાની વિચારણા થઈ રહી છે. ગુજરાત સરકાર દ્વારા વીજળીના પ્રતિ યુનિટ ફ્યુઅલ ચાર્જમાં પણ ઘટાડો થશે તેવી વિચારણા છે. અત્યારે ફ્યુઅલ ચાર્જ ની કિંમત પ્રતિ યુનિટ 5.50 રૂપિયા છે. તેમાં ઘટાડો કરીને 4 રૂપિયા થાય તેવી શક્યતા છે.
હાલમાં પેટ્રોલ-ડીઝલના ભાવ ઉપર 20 રૂપિયા વેટ અને ચાર રૂપિયા સેસ લગાવવામાં આવે છે. સરકાર દ્વારા તેમાં પણ ઘટાડો કરવાની વિચારણા ચાલી રહી છે. રાજ્યમાં અમદાવાદ, સુરત, વડોદરા, રાજકોટ જેવા શહેરોમાં સખત પેટ્રોલ-ડીઝલના ભાવમાં વધારો જોવા મળી રહ્યો છે.
પેટ્રોલ-ડીઝલના ભાવમાં સતત વધારો થતાં સામાન્ય જનતાના ખીચા ખાલી થઈ ગયા છે અને પેટ્રોલ-ડીઝલ સાથે બીજા અન્ય જીવન જરૂરિયાતની વસ્તુઓમાં પણ ભાવ વધારો થઈ રહ્યો છે.
એવામાં રાજ્ય સરકાર દ્વારા પેટ્રોલ ડીઝલ પર વેટ ઘટાડવાની વિચારણા ચાલી રહી છે. આવત વીજળીના પ્રતિ યુનિટ ફ્યુઅલ ચાર્જમાં ઘટાડા પર પણ વિચારણા ચાલી રહી છે.
ગઈકાલે પેટ્રોલનો ભાવ 93.11 રૂપિયા અને ડીઝલ નો ભાવ 93.77 પ્રતિ લીટર પહોંચી ગયો છે. પરંતુ હવે પેટ્રોલ-ડીઝલ વેટ ચાર્જમાં ઘટાડો કરવામાં આવે છે પેટ્રોલ ડીઝલના ભાવમાં પણ ઘટાડો થશે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!
Be the first to comment