આપણે બધા લોકો જાણીએ છીએ કે અયોધ્યા રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવની ઉજવણી દેશના દરેક ખૂણે ખૂણે કરવામાં આવી હતી જેમાં સમગ્ર વિશ્વમાં લોકસાહિત્યનો ડંકો વગાડનાર માયાભાઈ આહીર પણ મોગલ ધામ ભગુડા ખાતે રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ નો ઉત્સવ ઉજવ્યો હતો
ત્યારે આ ઉત્સવમાં હજારો લોકોએ હાજરી આપી હતી તેની ઘણી બધી તસવીરો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યા છે.અયોધ્યા રામ મંદિર માં થોડાક દિવસ પહેલા ભગવાન શ્રીરામ બેસી ગયા છે અને દિવ્યા આશીર્વાદ આપી રહ્યા છે ત્યારે મોગલ ધામ ભગુડા ખાતે પણ આ 22 જાન્યુઆરીના દિવસે મોટી શોભાયાત્રા કાઢવામાં આવી હતી
અને ભગવાન શ્રીરામ ની આરતી ઉતારવામાં આવી હતી અને તેમાં અનેક લોકોએ ભાગ પણ લીધો હતો અને માયાભાઈ આહીર ભગુડા ખાતે ઉજવાય રહેલા ઉત્સવમાં હાજરી આપી હતી અને આરતીમાં પણ હાજર રહ્યા હતા.માયાભાઈ જણાવે છે કે આ મંદિર ભારતના જગતગુરુ બનાવવાનો સંકલ્પ વધારે મજબૂત કરી દીધો છે
ત્યારે ભગુડા ખાતે મિત્રો એવું જોરચોર થી આયોજન થયું હતું અને આયોજનમાં તો મોટા મોટા લોકો પણ આવ્યા હતા અને ભજન અને કીર્તન નું આયોજન હતું અને તેમાં ભગવાન શ્રીરામના ભજન માયાભાઈ આહીર દ્વારા પણ ગાવામાં આવ્યા હતા.આ યાત્રામાં એક દેવ દેશના નારાને સાર્થક કરવાનો સંકલ્પ લીધો અને માયાભાઈ કહે છે
કે અમે સૌ લોકોને આશા છે કે આ નારો અમે વિશ્વના દરેક ખૂણે પહોંચાડીશું અને દેશને અલગ જ શિકાર પર પહોંચાડીશું ત્યારે અમે સૌ લોકો આ દેશની સાથે છીએ આપણે સૌએ ભાવ રાખીને એકતા અને સમન્વયનો સંકલ્પને સાકાર કરવાનો છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો.
Be the first to comment