કોરોના સંકટ વચ્ચે રાજ્યમાં શાળા કોલેજ શરૂ કરવાને લઈને સરકારે લીધો મોટો નિર્ણય.

Published on: 7:42 pm, Tue, 15 December 20

કોરોના વાયરસ વરચે ઉત્તર ભારતના એક રાજ્યમાં 10 મહિના બાદ મંગળવારે રાજ્યમાં યુનિવર્સિટી અને કોલેજો ફરીથી ખોલવામાં આવી રહ્યાં છે.15 ડિસેમ્બરથી કોલેજો અને યુનિવર્સિટીઓ ખોલવાનો નિર્ણય 9 ડિસેમ્બરે મળેલી રાજ્ય મંત્રીમંડળ બેઠકમાં લેવામાં આવ્યો હતો.ઉત્તરાખંડ શિક્ષણ વિભાગના મુખ્ય સચિવ ઓમ પ્રકાશ 12 ડિસેમ્બર શિક્ષણ સંસ્થાઓ કરીથી ખોલવા માટેની SOP ગાઈડ લાઈન જાહેર કરી છે.કોલેજના મેનેજમેન્ટ વિદ્યાર્થીઓને તેમના કેમ્પસમાં પ્રવેશ આપતા પહેલા માતાપિતાની લેખિત સંમતિ લેવી પડશે.

50 ટકા સમતા વાળી કોલેજો શરૂ કરવામાં આવશે તેવી સૂચનાઓ પણ આપવામાં આવી છે.પ્રથમ તબક્કામાં,જે વિદ્યાર્થીઓ પાસે પ્રેક્ટીકલ સબ્જેક્ટ છે તેમણે બોલાવવામાં આવશે.થિયરીનો અભ્યાસ ઓનલાઈન થઈ શકે છે.આદેશમાં કહેવાયું છે કે વર્ગ ફક્ત પ્રથમ અથવા છેલ્લા સેમેસ્ટર ના વિદ્યાર્થીઓ માટે જ રાખવામાં આવી શકે છે.વિધાર્થીઓની સંખ્યા ને નિયંત્રિત કરવા માટે,કોલેજોએ વિભાગની સંખ્યામાં વધારો કરવો પડશે.

ઓફલાઈન વર્ગો આયોજિત કરવામાં આવશે.માર્ગદર્શિકામાં એવું પણ કહેવામાં આવ્યું છે કે યુનિવર્સિટીઓ અને કોલેજો યોગ્ય રીતે સાફ સફાઈ કરવી પડશે. કોલેજના મુખ્ય દરવાજા પર સેનેટાઈઝર,હેન્ડવોશ,થર્મલ સ્કેનિગ અને ફર્સ્ટ એઇડ ની વ્યવસ્થા કરવી પડશે. વિદ્યાર્થી અને કર્મચારીએ માસ્ક પહેરવી પડશે.

માર્ગદર્શિકા મુજબ વર્ગમાં છ ફૂટનું અંતર વિધાર્થીઓમાં ફરજિયાત છે અને કોલેજ કેમ્પસમાં બહારના લોકો પર પ્રતિબંધ મૂકવામાં આવશે.જો કોઈ પણ વ્યક્તિ કોરોનાવાયરસ ના લક્ષણો બતાવે છે,તો તેને તરત જ પાછો મોકલવામાં આવશે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!