રેશનકાર્ડ ધારકો માટે સરકારે લોન્ચ કરી આ ખાસ વસ્તુ, હવે ઘરે બેઠા બતાવો રાશનકાર્ડ ને લગતા તમામ કામો.

167

કેન્દ્ર સરકારે ‘ માય રાશન એપ ‘ લોન્ચ કરી છે. આ એપ રાશન મેળવવામાં મદદ કરે છે. ઉપભોક્તા મંત્રાલય આ મોબાઈલ એપ્લીકેશન બહાર પાડી છે.ખાધ વિતરણ પ્રણાલી અથવા પીડીએસ આ મંત્રાલય હેઠળ આવે છે. રાસન નું વિતરણ પીડીએસ દ્વારા કરવામાં આવે છે.

મેરા રાશન મોબાઇલ એપ્લિકેશન લોકોને રાશન ની દુકાનમાં ધક્કા ન ખાવા પડે તે માટે મદદગાર સાબિત થઇ રહી છે. સરકારે વન નેશન વન રેશનકાર્ડ સિસ્ટમ શરૂ કરી છે. જેમાં મોબાઇલ એપ્સ નો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે.

વન નેશન વન રેશનકાર્ડ સિસ્ટમ એ લોકો માટે ખાસ કરીને મદદરૂપ થાય છે જેવો કામને કારણે વારંવાર રાજ્ય બદલતા હોય છે. પરપાંતિયા મજૂરો કામ માટે અન્ય રાજ્યોમાં જાય છે. તેઓ સમયાંતરે ઘરે પરત પણ આવે છે.

તેને ધ્યાનમાં રાખીને સરકારે વન નેશન વન રેશનકાર્ડ શરૂ કર્યું છે. આ રાશનકાર્ડ સંપૂર્ણ ડિજિટલ છે અને પુસ્તક ની જેમ સાથે રાખવાની જરૂર નથી.

ડિજિટલ હોવાના કારણે તમે તેને મોબાઈલ માં રાખી શકો છો. તમે જ્યાં પણ હોવ તમે ડિજિટલ કાર્ડ બતાવી ને તમે તમારું રાશન લઈ શકો છો.

રાશનકાર્ડ સંપૂર્ણ ડિજિટલ થયા પછી, લોકો માટે તેની સુવિધા વધારવામાં આવી છે. પરમપાંતિય મજૂરોની સુવિધાઓને ધ્યાનમાં લેતા, ઉપભોક્તા મંત્રાલય મેરા રાશન ની એપ્લિકેશન શરૂ કરી છે. આ મોબાઈલ એપ્લીકેશન હિન્દી અને અંગ્રેજી એમ બે ભાષામાં છે.

તેનો ઉપયોગ કરવો ખુબ જ સરળ છે.એપ દ્વારા રાશન શોપ પર ઉપલબ્ધ રાશન ની માહિતી સરળતાથી મળી શકશે. રાશન મા અનાજ છે કે કેમ, છેલ્લા છ મહિનામાં કેટલું ટ્રાન્જેક્શન થયું હતું અને રાશનકાર્ડ માટે આધાર સીડીંગ ની સુવિધા તેમાં સરળતાથી ઉપલબ્ધ થશે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!