કેન્દ્ર સરકાર દ્વારા ઘણી યોજનાઓ ચલાવવામાં આવે છે જે હેઠળ ખેડૂતો, મજૂરો અને અસંગઠિત ક્ષેત્રોમાં કામ કરવાવાળા લોકો અને ગરીબોને આર્થિક સલાહ આપવામાં આવે છે. વડાપ્રધાન શ્રમયોગી માનધન પેન્શન યોજના એમાંથી જ એક છે.
આ યોજના હેઠળ અસંગઠિત ક્ષેત્રના લગભગ 46 લાખ કર્મચારીઓએ રજીસ્ટ્રેશન કર્યું છે.શ્રમ મંત્રાલય તરફથી નિવેદન જારી કરી આ અંગેની જાણકારી આપવામાં આવી છે.વૃદ્ધાવસ્થામાં માસિક પેન્શન ના રૂપમાં સામાજિક સુરક્ષા પ્રદાન કરવાના ઉદ્દેશ્ય સાથે સરકારે 2019 માં પ્રધાનમંત્રી શ્રમ યોગી માન ધન યોજના શરૂ કરી હતી.
આ યોજના હેઠળ અસંગઠિત ક્ષેત્રના કામદારો ને 60 વર્ષની વય સુધી 3000 રૂપિયા ની લઘુતમ ખાત્રી પૂર્વકનું માસિક પેન્શન આપવામાં આવશે.શ્રમ મંત્રાલયના જણાવ્યા અનુસાર 25 નવેમ્બર, 2021 સુધીમાં અસંગઠિત ક્ષેત્રના કુલ 45,77,295 કામદારોએ યોજના હેઠળ નોંધણી કરાવી છે.
પ્રધાનમંત્રી શ્રમ યોગી માન ધન યોજના માં તમે દરરોજ માત્ર બે રૂપિયાનું રોકાણ કરીને વૃદ્ધાવસ્થામાં 3000 રૂપિયાનું માસિક પેન્શન મેળવી શકો છો. તમને 60 વર્ષની ઉંમરથી પેન્શનનો લાભ મળવા લાગે છે. આ યોજના હેઠળ તમે તમારા વૃદ્ધાવસ્થાને સુરક્ષિત બનાવી શકો છો.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!
Be the first to comment