રાત્રી કરફ્યુ ને લઈને ફરી એકવાર રાજ્ય ની રૂપાણી સરકારે કરી મોટી જાહેરાત.

135

રાત્રી કરફ્યુ ને લઈને રૂપાણી સરકારે મોટો નિર્ણય કર્યો છે. હવેથી 36 શહેરમાં લાગુ રાત્રી કરફ્યુ નો સમય રાત્રે 8 વાગ્યા ને બદલે 9 કલાકે શરૂ થશે અને સવારે 6 કલાકે કરફ્યુ પૂરું થશે. આ પહેલા રૂપાણી સરકારે 36 શહેર માં કેટલીક છૂટછાટ આપતા,

તમામ ધંધાઓ સવારે 9 થી બપોરે 3 કલાક સુધી ખુલી રાખવાની છુટ આપી હતી. રાજ્ય સરકાર દ્વારા આંશિક લોકડાઉન આપવામાં આવેલી છૂટ છાટ સુરત ના જવેલર્સ ને કામમાં નથી આવી રહી.

જેને લઇને વરાછા કતારગામ જવેલર્સ એસોસીએશન દ્વારા મુખ્યમંત્રી ને પત્ર લખી સમય ફેરફાર કરવા માંગ કરવામાં આવી છે. જેમાં જવેલર્સ ઉદ્યોગ ની ગાડી ફરીથી પાટે ચડી શકે તે માટે સવારે 9 થી 3 ના સમય ના બદલે સવારે 10 થી સાંજે 8 વાગ્યા સુધી સમય ના બદલે સવારે 10 થી સાંજે 8 વાગ્યા સુધી સમય કરવામાં આવે.

તેવી માંગ કરવામાં આવી છે. પત્ર મા લખવામાં આવ્યા મુજબ જવેલર્સ કે ગોલ્ડ ખરીદવા માટે મોટાભાગે લોકો બપોર બાદ આવતા હોય છે. વર્તમાન સમય બપોરે 3 વાગ્યે જવેલર્સ બંધ કરી દેવામાં આવે છે.

જેનાથી જવેલરી ઉદ્યોગ ખુબજ પ્રભાવિત છે.ઉપરાંત સોનાના ભાવનું માર્કેટ બપોરે 12 વાગ્યે ખુલે છે જેથી સમયમાં ફેરફાર કરવાની માંગ જવેલર્સ દ્વારા કરવામાં આવી છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!