અમદાવાદ જિલ્લામાં ડાંગરના ટેકાના ભાવ ખરીદીની પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે અને જિલ્લામાં પાંચ તાલુકામાં ખરીદ કેન્દ્રો ખોલવામાં આવ્યા છે. જિલ્લામાં અત્યાર સુધી ચાર હજારથી પણ વધારે ખેડૂતોએ ઓનલાઇન નોંધણી પણ કરાવી લીધી છે. ખેતીવાડીના અધિકારીના જણાવ્યા મુજબ ખેડૂતોના હિતમાં ઓનલાઇન નોંધણી તારીખ 10 નવેમ્બર સુધી કરવામાં આવી છે. ખરીદી પ્રક્રિયા હેઠળ ઓનલાઇન નોંધણી કરાવવાની છેલ્લી તારીખ 29 ઓક્ટોમ્બર હતી.ખેડૂતો નાગરિક પુરવઠા ખાતાના ગોડાઉન ખાતે.
તેમજ દરેક ગામની ગ્રામ પંચાયત ખાતે નોંધણી કરાવી શકશે. નોંધનીય છે કે જિલ્લામાં હાલમાં છૂટક બજારમાં વેપારીઓ ડાંગર ના ભાવ 270 થી 290 સુધી જ મણે આપી રહ્યા છે. સરકાર દ્વારા ડાંગરના મણે 373.60 રૂપિયા જ્યારે ડાંગર આ મણે 377.60 રૂપિયાનો ટેકાના ભાવ જાહેર કરવામાં આવ્યો છે. ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ જેતલપુર ખાતે હાલમાં ખરીદી ચાલુ કરવામાં આવી છે.
અહીંયા ડાંગરના વેચાણ માટે 400 જેટલા ખેડૂતોની નોંધણી કરાવી હોવાનું એપીએમસીના ચીફ ઇન્સ્પેક્ટર દિલીપ ગોરે જણાવ્યું હતું. અમદાવાદ જિલ્લામાં ખરીફ ડાંગરનું વાવેતર 1.32 લાખ હેક્ટરમાં થયું હતું.સરકાર દ્વારા ખરીદી પ્રક્રિયા ઓનલાઇન નોંધણી કરાવવાની.
છેલ્લી તારીખ લંબાવીને તારીખ 10 નવેમ્બર સુધી કરવામાં આવી છે. આણંદમાં 1.17 લાખ હેક્ટર અને ખેડામાં 1.14 લાખ હેક્ટર વાવેતર તેમજ રાજ્યમાં 8.39 લાખ હેકટરમાં ડાંગરનું વાવેતર થયું છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!
Be the first to comment