રાજ્યના ચાર મહાનગરોમાં ફરી એક વખત 15 દિવસ માટે લંબાયેલા કર્ફ્યુનો સમય રહેશે આ,જાણો વિગતે

Published on: 6:10 pm, Sat, 16 January 21

અમદાવાદ, વડોદરા, રાજકોટ અને સુરતમાં રાત્રિ કરફ્યુ ને લઈને મહત્વના સમાચાર સામે આવ્યા હતા.મુખ્યમંત્રી રૂપાણીએ જણાવ્યું હતું કે આ ચાર મહાનગરોમાં આગામી 15 દિવસ માટે રાત્રી કર્ફ્યુ યથાવત્ રહેશે.પાણી સરકારના જણાવ્યા મુજબ આગામી 31 જાન્યુઆરી સુધી આચાર્ય મહાનગરોમાં રાત્રી કર્ફ્યુ.

અમલમાં રહેશે અને મહત્વની વાત એ છે કે આ રાત્રી ફરફ્યું ના સમયમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી. આગામી 31 જાન્યુઆરી સુધી રાત્રે 10 થી સવારે 6 સુધી આ ચાર મહાનગર માં કરફ્યુ રહેશે.

નોંધનીય છે કે, દિવાળીના તહેવારો બાદ કોરોના કેસ વધતા અમદાવાદ સહિત રાજકોટ, વડોદરા, સુરતમાં રાત્રી કરફ્યુ લાદવાનો સરકારે નિર્ણય લીધો હતો. રાત્રીના દસ વાગ્યા બાદ રાત્રી કરફ્યુ નો અમલ થતો હતો.

રાજ્ય સરકારે રાતના 11 વાગ્યા સુધી બીજા શહેરોમાં બજારોમાં ખુલ્લા રહી શકે તેવી શક્યતા છે.રાતની કરફ્યૂમાં છૂટછાટ આપવા માટે હોટલ, રેસ્ટોરન્ટ એસોસિયેશને પણ રાજ્ય સરકાર સમક્ષ રજૂઆત કરી હતી.

જોકે આ રજૂઆતને સરકારે ધ્યાનમાં ન લેતા કહ્યું આ સમયમાં અથવા કરફ્યૂમાં કોઈ પ્રકારનો ફેરફાર કર્યો નથી. કોરોના ના રોજ ના કેસોની સંખ્યા 600 સુધી પહોંચ્યા છે અને આજરોજથી સમગ્ર ગુજરાતમાં રસીકરણનો શુભારંભ થયો છે.

રાજ્ય સરકારે અગાઉ રાત્રિ કરફ્યુ માં એક કલાકનો સમય નો ઘટાડો કરીને રાતના દસ વાગ્યાથી સવારના છ વાગ્યા સુધી રાત્રી કરફ્યુ રાખવાનો નિર્ણય લીધો હતો. હવે આગામી 31 જાન્યુઆરી બાદ સરકાર રાત્રી કરફ્યુ ને લઈને શું નિર્ણય લે છે તે જોવાનું રહેશે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!