આજે આપણે એક એવા કિસ્સા વિશે વાત કરીશું કે જેમાં એક કાળી મજૂરી કરતા શ્રમિકનું નસીબ ચમક્યું કે બુધવારના દિવસે એક ખાણમાંથી ખૂબ જ કિંમતી એવો ઉજ્જ્વળ જાતનો હીરો મળી આવ્યો છે. હીરા નગરી નામથી જાણીતા મધ્યપ્રદેશના પન્ના જિલ્લા માં પ્રતાપ કે જેને કૃષ્ણ કલ્યાણપુર ને એક ખાણમાંથી એક 11.89 કેરેટનો હીરો મળ્યો છે.
હીરાની અંદાજિત કિંમત જાણવા જઈએ તો ૬૦ થી ૭૦ લાખ રૂપિયા જેટલો જાણવા મળ્યો છે. બુધવારના દિવસે એક કાળી મજૂરી કરતા શ્રમિકને મળી આવ્યો.એના વિશે વાત કરીએ તો નામ પ્રથમ સિંહ યાદવ તેઓ પણ ના જિલ્લાના હેડક્વાર્ટર થી 20 કિલોમીટરના અંતરે આવેલા એક નાનકડા ગામમાં રહે છે અને મજુરી કરીને ગુજરાન ચલાવે છે.
ત્યારે તેઓ ખરા તાપ માં પણ મહેનત કરીને કેટલાય સમયથી હીરાની શોધખોળ કરતા હતા.ત્યારે તેમની મહેનત ફળી અને આખરે તેને હીરો મળી ગયો અને તે હીરો લઈને ઓફિસ પહોંચ્યા.તે દરમિયાન ઓફિસ પર રહેલા દરેક લોકો આશ્ચર્ય ચકિત થઈ ગયા અને એ માણસને હીરાનું શું મળશે તે ચાલો જાણીએ. વિસ્તૃતમાં જણાવીશ તો હીરાને ત્રણ પ્રકાર હોય છે.
પ્રથમ ઉજ્જવળ, બીજો મેલો અને ત્રીજો મઠો. જે એકદમ સફેદ રંગના હોય છે. અને તેની કિંમત જાણવા જઈએ તો એક કેરેટનાં 8 લાખ રૂપિયા હોય છે અને તેમાં શુદ્ધનું પ્રમાણ સૌથી વધુ હોય છે. જોકે વાત કરીએ તો એ હીરો સંપૂર્ણપણે શુદ્ધ નથી હોતો.પરંતુ કાળાશ પડતો અને બ્રાઉન રંગનો હોય છે.
અત્યારે પ્રતાપ ઉજ્વળ જાતના હીરા નીચે હરાજીમાં રજૂ કરવામાં આવશે, ત્યારે રકમમાં 12% વહીવટીતંત્રની રોયલ્ટી તથા એક ટકા ટેક્સ આપીને બાકીની બધી જ રકમ પ્રતાપને એમના ખાતામાં જમા કરવામાં આવશે. તો વાત કરીએ તો પ્રતાપસિંહ આ બધી રકમ કાપી ને કુલ રૂપિયા 50 લાખ જેટલી કિંમત મળી શકે છે.
ત્યારે સાચું કહી શકાય કે આ પ્રતાપની કાળી મહેનત ફળી અને તેના નસીબ જોર કરતું હશે તેથી તેને હીરો મળી આવ્યો અને તેના પરિવારને આર્થિક સ્થિતિ ખૂબ જ નબળી હોવાથી તે હીરા ને લીધે તેમના બાળકોના ઉજ્જવળ ભવિષ્ય માટે શિક્ષણ પ્રાપ્ત કરી શકશે અને વધુ સારી રોજગારીની તકો પણ ઊભી થશે એવી રીતે હીરાની મદદથી એ લોકોની આર્થિક પરિસ્થિતિ પણ સુધરી દેખાશે.
એવામાં શ્રમિકોને અથવા પોતે કામે લાગીને હીરા શોધવામાં આવે છે અને ખાણમાં રહેતાં આ લાલજીભાઈ એ કહ્યું કે આ માટીને જવાબદારી પૂર્વક કાઢીને બહાર ફેંકવામાં આવે છે અને એ માટીને પાણીમાં ધોવામાં આવે છે. ત્યારબાદ તેને સુકવીને તેમાંથી હીરાની શોધખોળ કરવામાં આવે છે આવી કાળી મજૂરી કરીને હીરાની શોધ કરવામાં આવે છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!
Be the first to comment