મિત્રો અયોધ્યા નગરીમાં બની રહેલા શ્રી રામ મંદિરમાં 22 જાન્યુઆરીના રોજ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ યોજાવાનો છે. જેને લઇને રામ ભક્તોમાં એક અનોખો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. દૂર દૂરથી લોકો અયોધ્યા આવવા માટે રવાના થયા છે.
ત્યારે આજ રોજ સવારે અમદાવાદથી અયોધ્યા માટે જતી પહેલી ફ્લાઈટે ઉડાન ભરી છે. રામ જન્મભૂમિ મંદિર જ્યારે રામ ભક્તો એરપોર્ટે પહોંચ્યા ત્યારે એરપોર્ટનું વાતાવરણ જ કાંઈક બદલાઈ ગયું હતું.
આખું એરપોર્ટ જય શ્રી રામના નારાથી ગુંજી ઉઠ્યું હતું. જેની કેટલીક તસવીરો હાલમાં સોશિયલ મીડિયા પર ખૂબ જ ઝડપથી વાઇરલ થઈ રહી છે. મિત્રો તમને જણાવી દઈએ કે અમદાવાદ એરપોર્ટ પર પ્રભુ શ્રીરામ, સીતાજી, લક્ષ્મણજી અને હનુમાનજીના વેશભૂષા સાથે ભક્તો આવ્યા હતા.
એરપોર્ટ ઓથોરિટી દ્વારા ભક્તોનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. તો તમને જણાવી દઈએ કે 150 જેટલા રામ ભક્તો આ ફ્લાઈટથી અયોધ્યા જવા માટે રવાના થયા છે.
મિત્રો તમને જણાવી દઈએ કે અમદાવાદથી અયોધ્યા જવાનું ફ્લાઇટનું ભાડું 12 થી 13 હજાર રૂપિયા છે. હાલમાં અમદાવાદ એરપોર્ટના કેટલાક ફોટા સોશિયલ મીડિયા પર ખૂબ જ ઝડપથી વાયરલ થઈ રહ્યા છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો.
Be the first to comment