ગુજરાત રાજ્યમાં દિવસેને દિવસે રખડતા ઢોરનો ત્રાસ ખૂબ જ વધી ગયો છે. ગુજરાતમાં સૌથી વધુ રખડતા ઢોરનો ત્રાસ ભાવનગર શહેરમાં જોવા મળી રહ્યો છે. રખડતા ઢોરના કારણે અત્યાર સુધીમાં કેટલાય લોકોએ પોતાના જીવ ગુમાવ્યા હશે અને કેટલાય લોકો ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા હશે.
ત્યારે હાલમાં એક ઘટના બની છે આ ઘટનામાં રખડતા ઢોરના કારણે એક વ્યક્તિએ પોતાનો જીવ ગુમાવ્યો છે. ભાવનગરમાં વડવા ખડીયા કુવા પાસેથી એક વ્યક્તિ પોતાની બાઈક લઈને જઈ રહ્યા હતા. ત્યારે રખડતા ઢોરે તેમને અડફેટેમાં લીધા હતા. આ ઘટનામાં તે વ્યક્તિ ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા હતા.
આ કારણોસર તેમનું ઘટના સ્થળે જ મૃત્યુ થયું હતું. અકસ્માતની ઘટના બન્યા બાદ આસપાસના લોકો ઘટના સ્થળે એકઠા થઈ ગયા હતા. આ ગંભીર અકસ્માતની ઘટનામાં દેવુબાગ નવજીવન સોસાયટીમાં રહેતા પરેશભાઈ નારાણભાઈ વાઘેલાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. પરેશભાઈ વહેલી સવારે બાઇક લઈને વડવા વિસ્તારમાં દુકાન તરફ જઈ રહ્યા હતા.
ત્યારે રસ્તામાં રખડતા ઢોરે તેમને અડફેટેમાં લીધા હતા. જેના કારણે પરેશભાઈ બાઈક પરથી નીચે પડ્યા હતા. આ ઘટનામાં પરેશભાઈના માથાના ભાગે ગંભીર ઇજા પહોંચે હતી. તેથી તેમનું ઘટના સ્થળે મૃત્યુ થયું હતું. પરેશભાઈ નો મૃત્યુના સમાચાર મળતા જ પરિવારમાં માતમ છવાઈ ગયો હતો. આ ઘટના બન્યા બાદ લોકો રોષ ભરાયા હતા.
થોડાક સમય પહેલા પણ આવી જ એક ઘટના અમદાવાદમાં બની હતી. આ અકસ્માતની ઘટનામાં ભાવિનભાઈ પટેલે નામના વ્યક્તિએ પોતાનો જીવ ગુમાવ્યો હતો. ભાવિનભાઈના મૃત્યુના કારણે બે નાનકડી એવી દીકરી હોય પિતાની છત્રછાયા ગુમાવી હતી. મહાનગરપાલિકાના ઢોર પકડવાની નબળી કામગીરીને લઈને લોકોમાં ભારે રોષ જોવા મળ્યો હતો.
શહેરમાં સતત રખડતા ઢોરનો ત્રાસ વધી રહ્યો છે. મહાનગરપાલિકાની કામની બેદરકારીના કારણે આજે એક વ્યક્તિએ પોતાનો જીવ ગુમાવ્યો છે. ત્યારે આજરોજ વહેલી સવારે ભાવનગરમાં રખડતા ઢોરના કારણે પરેશભાઈ વાઘેલાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. પરેશભાઈ વાઘેલાનું મૃત્યુ થતા દિવાળીના તહેવારમાં માતમ છવાઈ ગયો હતો.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો
Be the first to comment