કેપ્ટન અમરિંદર સિંઘ આવતીકાલે ફરી દિલ્હીમાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ સાથે મુલાકાત કરવાના છે.આટલું જ નહિ તેમની સાથે 20 થી 25 નેતાઓ પણ આ બેઠકમાં સામેલ થવાના છે અને કેન્દ્ર સરકાર અને ખેડૂતો સાથે ત્રણ કૃષિ કાયદાને લઈને ચાલી રહેલા સંઘર્ષ મુદ્દે ચર્ચા કરી શકે છે.
પંજાબ મુખ્યમંત્રી પદ પરથી રાજીનામા બાદ આજરોજ તેઓ આખરે પોતાના પત્તા ખોલીને નવી પાર્ટી બનાવવાનું એલાન કરી દીધું છે. તેઓએ કહ્યું કે સિદ્ધુ જ્યાંથી પણ ચૂંટણી લડશે ત્યાંથી હું લડીશ અને તેમને હરાવીશ.અમરીંદર સિંઘે કહ્યું કે પંજાબ ખૂબ જ ખરાબ સમયમાંથી પસાર થઈ રહ્યું છે.
હું સાડા નવ વર્ષ સુધી ગૃહમંત્રી રહ્યો છે એટલે મને ખબર છે કોઈ એકાદ મહિના નો ગૃહ મંત્રી આવીને કહી રહ્યો છે કે મારાથી વધારે તે જાણે છે. મારી બેઝિક ટ્રેનિંગ આર્મીની છે અને તેથી મને મૂળ સમસ્યા ખબર છે.
વર્ષ 2022 ની વિધાનસભા ચૂંટણી પહેલા પંજાબના રાજકારણમાં એક બાદ એક રાજકીય ભૂંકપ આવી રહ્યો છે. કોંગ્રેસના પૂર્વ દિગ્ગજ નેતા અને રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી અમરિંદર સિંઘે નવી પાર્ટી બનાવવાનું એલાન કર્યું છે. હાલમાં જ પાર્ટી સાથે છેડો ફાડ્યો હતો.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!
Be the first to comment