આજકાલ દેશમાં જીવ લેવાની ઘટનાઓ દિવસેને દિવસે વધી રહી છે. ત્યારે હાલમાં બનેલી એક કાળજુ કંપાવી દેનારી ઘટના સામે આવી છે. આ ઘટનામાં એક વ્યક્તિએ કોર્ટમાં પોતાની પત્નીનો જીવ લઈ લીધો છે. આ સમગ્ર ઘટના ફેમિલી કોર્ટમાં બની હતી. જેમાં બંનેને કાઉન્સિલિંગ માટે બોલાવવામાં આવ્યા હતા.
સમગ્ર ઘટના કર્ણાટકના હસન જિલ્લામાં બની હતી. મળતી માહિતી અનુસાર ચૈત્રા નામની યુવતીના લગ્ન સાત વર્ષ પહેલા શિવકુમાર નામના યુવક સાથે થયા હતા. લગ્ન બાદ બંને વચ્ચે ખૂબ જ ઝઘડો થતો હતો. જેના કારણે બંને કોર્ટમાં છૂટાછેડા ની અરજી કરી હતી.
શનિવારના રોજ બંનેને કોર્ટમાં સમાધાન માટે બોલાવવામાં આવ્યા હતા. પતિ-પત્ની મતભેદ દૂર કરીને ફરી એક થવા માટે રાજી થઈ ગયા હતા. મળતી માહિતી અનુસાર બંનેનું હસન જિલ્લાના હોલેનરસીપુરા ફેમિલી કોર્ટમાં એક કલાક માટે કાઉન્સિલિંગ કરવામાં આવ્યું હતું.
ત્યારબાદ ચૈત્રા ત્યાંથી બહાર નીકળી શિવકુમાર પણ તેનો પીછો કરતો હતો. ત્યારબાદ શિવકુમાર ધારદાર વસ્તુ ચેતરાના ગળા ઉપર ફેરવી દે છે. જેના કારણે ચૈત્રા ગંભીર રીતે ઇજાગ્રસ્ત થઈ જાય છે. એટલું જ નહીં પરંતુ શિવકુમારે ચૈત્રાની સાથે આવેલા તેમના બાળક ઉપર પણ પ્રહાર કર્યા હતા.
પરંતુ આસપાસના લોકોએ બાળકોને બચાવી લીધા હતા. ત્યારબાદ ઇજાગ્રસ્ત હાલતમાં ચેતાને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવી હતી. ત્યાં સારવાર દરમિયાન તેનું મૃત્યુ નીપજ્યું હતું. ચૈત્રા પર પ્રહાર કરીને શિવકુમાર ભાગવાની કોશિશ કરતો હતો.
પરંતુ ત્યાં હાજર લોકોએ તેને પકડી લીધો હતો અને પોલીસને હવાલે કરી દીધો હતો. પોલીસે સમગ્ર ઘટનાને લઈને કેસ દાખલ કરીને આગળની કાર્યવાહી હાથ ધરી છે. આરોપી પાસે રહેલું ધારદાર વસ્તુ પણ કબજે કરી લેવામાં આવ્યું છે. સાથે સાથે તપાસ પણ શરૂ કરી દેવામાં આવી છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો
Be the first to comment