હાલમાં બનેલી એક રૂંવાટા ઉભા કરી દેનારી અને ચોંકાવનારી ઘટના સામે આવી છે. મળતી માહિતી અનુસાર એક પિતાએ પોતાની દીકરીનો જીવ લઈ લીધો છે. મળતી માહિતી અનુસાર મેળામાં જવાના બહાને પિતા પોતાની દીકરી અને દીકરા બહાર લઈ ગયો હતા. ત્યાર બાદ પિતાએ દીકરાને ઘરે મોકલી આપ્યો અને પુત્રીને પોતાની સાથે લઈ ગયો હતો.
ત્યાર બાદ પિતાએ ઘરની નજીકના પુલ પાસે પોતાની દીકરીનું ગળુ દબાવીને તેનો જીવ લઇ લીધો હતો. દીકરીનો જીવ લીધા બાદ પિતા ઘટના સ્થળેથી ફરાર થઇ ગયા હતા. ઘટનાની જાણ થતાં પોલીસ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી આવી હતી. આ ચોંકાવનારી ઘટના બની છે.
મળતી માહિતી અનુસાર માંગલીયા પાસેના બજરંગ નગર કાંકરામાં રહેતી 16 વર્ષીય દીકરીનો તેના પિતાએ જીવ લઇ લીધો હતો. મળતી માહિતી અનુસાર આ ઘટના બની ત્યારબાદ દીકરીના મામા દીકરીને સારવાર માટે હોસ્પિટલ લઇ ગયા હતા. જ્યાં ટૂંકી સારવાર દરમિયાન હાજર ડોક્ટરે મૃત જાહેર કરી હતી.
આ ઘટના સોમવારના રોજ રાત્રે બની હતી. મળતી માહિતી અનુસાર આરોપી પિતા દીકરીના ચારિત્ર પર શંકા કરતા હતા. આ સમગ્ર ઘટનાને લઈને મૃત્યુ પામેલી દીકરીને માતાએ જણાવ્યું કે, દીકરીના પિતા દીકરી સાથે દરરોજ માથાકૂટ કરતા હતા. માતાએ વધુમાં જણાવ્યું કે, પિતા પોતાની દિકરી અને દીકરાને મેળો બતાવવા માટે લઈ ગયા હતા.
હું દવા લેવા બહાર ગઈ હતી. જ્યારે ઘરે આવીને જોયું ત્યારે ઘરે કોઈ પણ ન હતું. થોડીકવાર પછી મારો દીકરો બાઈક લઈને પાછો આવે છે. મેં પૂછ્યું તું પાછો કેમ આવ્યો ત્યારે તેણે કહ્યું કે, પિતાએ તેને ઘરે જવાનું કહ્યું અને પોતે બહેન સાથે ભૂલ પાસે નીચે ઉતરી ગયા.
ત્યારબાદ માતાએ પોતાના નાના ભાઈને ફોન કરીને દીકરી ની શોધખોળ શરૂ કરી હતી. માતા અને તેનો નાનો ભાઈ દીકરીને શોધતા-શોધતા પુલ પાસે પહોંચ્યા હતા. ત્યાં પુલ પાસે બેભાન અવસ્થામાં દીકરી મળી આવી હતી. ત્યારબાદ દીકરીને સારવાર માટે તાત્કાલિક હોસ્પિટલ ખસેડવામાં આવી હતી.
હોસ્પિટલમાં ટૂંકી સારવાર દરમિયાન દીકરી નું મૃત્યુ થયું હતું. ઘટનાની જાણ થતાં પોલીસ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી આવી હતી. પોલીસે સમગ્ર ઘટનાને લઇને ગુનો નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરી છે. સમગ્ર ઘટનાને લઈને પોલીસે આરોપીની શોધખોળ શરૂ કરી છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!
Be the first to comment