ગુજરાત રાજ્યમાં છેલ્લા ઘણા સમયથી સુસાઈડની ઘટનાઓ ખૂબ જ વધી ગઈ છે. ત્યારે રાજકોટમાં બનેલી તેવી ઘટના સામે આવી રહી છે. રાજકોટના ચંદ્રેશનગર મેઇન રોડ પર રહેતા 42 વર્ષના વ્યક્તિએ ઝેરી દવા પી લીધી હતી. ત્યારબાદ તેઓ સતત ઊલટીઓ કરવા લાગ્યા હતા, એટલે તેમને સારવાર માટે હોસ્પિટલ લઈ જવામાં આવ્યા હતા.
જ્યાં હોસ્પિટલમાં સારવાર દરમિયાન તેમનું મોત થયું હતું. મૃત્યુ પામેલા વ્યક્તિનું નામ વિપુલભાઈ મોહનભાઈ કોરાટે હતું. જાણવા મળી રહ્યું છે કે વિપુલભાઈએ ગઈકાલે લોઠડા આવેલા પોતાના ક્રિષ્ના કાસ્ટિંગ નામના કારખાનાની ઓફિસમાં ઘઉંમાં નાખવાની ઝેરી દવા પીને સુસાઇડનો પ્રયાસ કર્યો હતો.
ત્યાર પછી તો વિપુલભાઈ ઉલટી કરવા લાગ્યા હતા. એટલે તેમના કારખાનાનો સ્ટાફ તેમને સારવાર માટે હોસ્પિટલ લઈ ગયા હતા. જ્યાં હોસ્પિટલમાં વિપુલભાઈને યોગ્ય સારવાર થાય તે પહેલા તો તેમનું મોત થઈ ગયું હતું. આ ઘટનાની માહિતી મળ્યા બાદ આજીડેમ પોલીસ હોસ્પિટલ ખાતે પહોંચ્યા આવી હતી. ત્યારબાદ પોલીસે સમગ્ર ઘટનાને લઈને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી
. તપાસ દરમિયાન એક સુસાઇડ નોટ પણ મળી આવી છે. વિપુલભાઈએ સુસાઇડ નોટમાં ઉલ્લેખ કર્યો હતો કે, માઈક્રો ઘરઘંટી અને કાસ્ટિંગનું કારખાનું ધરાવતા ઘનશ્યામભાઈ નામના વ્યક્તિ સાથે તેમને ધંધા માટે માલ સામાન અને રૂપિયા લેવા દેવાનો વ્યવહાર હતો. જે વ્યવહાર પેટે વિપુલભાઈના 30 લાખ રૂપિયા ઘનશ્યામભાઈ ખોટા કર્યા હતા. જે રૂપિયાની વિપુલભાઈએ માંગણી કરી છતાં પણ ઘનશ્યામભાઈ તે રૂપિયા આપવાની ના પાડી દીધી હતું.
તેવું સુસાઇડ નોટમાં ઉલ્લેખ છે તેવું જાણવા મળી રહ્યું છે. છે કે વિપુલભાઈએ આ બધાથી કંટાળીને સુસાઇડ કરી લીધું હતું. પોલીસે સમગ્ર ઘટનાને લઈને સુસાઇડ નોટ ને કબજે લઈને વધુમાં તપાસ હાથ ધરી છે. વિપુલભાઈના મૃત્યુના કારણે બે સંતાનો એ પિતાની છત્રછાયા ગુમાવી છે. વિપુલભાઈ ને સંતાનમાં એક દીકરો અને એક દીકરી છે. વિપુલભાઈનું મોત થતા જ તેમના પરિવારમાં માતમ છવાઈ ગયો હતો. હાલમાં સમગ્ર ઘટનાને લઈને પોલીસ કાર્યવાહી કરી રહી છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો
Be the first to comment