સમગ્ર દેશભરમાં દિવસેને દિવસે સુસાઇડના બનાવો વધી રહ્યા છે. ત્યારે હાલમાં બનેલી વધુ એક સુસાઇડની ઘટના સામે આવી રહી છે. આ ઘટનામાં એક વ્યક્તિએ પોતાના રૂમમાં ગળાફાંસો ખાઈને પોતાનું જીવન ટૂંકાવ્યું છે. મૃત્યુ પામેલા યુવકનું નામ રાજેશ ચૌધરી હતું અને તેમની ઉંમર 48 વર્ષની હતી. મળતી માહિતી અનુસાર લગભગ છ મહિના પહેલા રાજેશ ચૌધરી ટ્રેનમાં જતા હતા, આ દરમિયાન તેઓ એક અકસ્માતનો ભોગ બન્યા હતા.
આ અકસ્માતની ઘટનામાં રાજેશ ચૌધરીનું ડાબો પગ ભાંગી ગયો હતો. જેના કારણે તેઓ ચાલી શકતા ન હતા અને કામ કરવા માટે પણ સક્ષમ રહ્યા ન હતા. બસ પોતાના આ પગની પરેશાની ના કારણે રાજેશ ચૌધરીએ ગળાફાંસો ખાઈને પોતાનું જીવન ટૂંકાવ્યું હતું.
આ ઘટના રાજસ્થાન કોટામાંથી સામે આવી રહી છે. રાજેશભાઈ ના મોતના કારણે બે દીકરી અને એક દીકરાએ પિતાની છત્રછાયા ગુમાવે છે. જાણવા મળી રહ્યો છે કે દસ વર્ષ પહેલાં રાજેશભાઈની પત્ની પોતાના પુત્ર સાથે પિયરમાં રહેવા જતી રહી હતી. જ્યારે રાજેશભાઈ પોતાની બે દીકરીઓ સાથે રહેતા હતા.
છ મહિના પહેલા અકસ્માતમાં રાજેશભાઈનો એક પગ તૂટી ગયો હતો. ત્યારબાદ તેઓ સરખું ચાલી શકતા ન હતા. બંને દીકરીઓ પિતાની સંભાળ રાખતી હતી. અકસ્માતની ઘટના બન્યા બાદ રાજેશભાઈ ખૂબ જ તણાવ માં રહેતા હતા. આટલું જ નહીં પરંતુ તેઓ પોતાની પત્ની અને દીકરા સાથે પણ વાત કરતા ન હતા.
મંગળવારના રોજ રાત્રિના સમયે રાજેશભાઈ પોતાના પરિવાર સાથે ડિનર લીધું હતું. રાત્રે 11:00 વાગ્યાની આસપાસ તેઓ રૂમમાં સુવા જતા રહ્યા હતા. સવારે છ વાગ્યાની આસપાસ પરિવારના સભ્યોએ જોયું ત્યારે રાજેશભાઈ લટકતી હાલતમાં જોવા મળ્યા હતા. પિતાના મૃતદે જોઈને 12 વર્ષની દીકરી અને 15 વર્ષની દીકરીઓ રડી પડી હતી.
આ ઘટનાની માહિતી મળ્યા બાદ પોલીસ પોતાની ટીમ સાથે ઘટના સ્થળે પહોંચી આવી હતી. જાણવા મળી રહ્યું છે કે અકસ્માતની ઘટના બન્યા બાદ રાજેશભાઈ માનસિક રીતે પણ અસ્તવ્યસ્ત થઈ ગયા હતા. પોલીસે રાજેશભાઈના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યું છે અને આગળની કાર્યવાહી હાથ ધરી છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો
Be the first to comment