પિતાને બાળકો મૃત માની ચૂક્યા હતા, 18 વર્ષ બાદ બાળકોને પિતા રાજકોટમાંથી જીવતા મળી આવ્યા, પરિવારના સભ્યો ભાવુક થઈ ગયા…

Published on: 4:05 pm, Thu, 23 June 22

આજનો સમય તો લોકોને સ્વાર્થીલા બનાવી દીધા છે. તેવામાં ઘણા એવા લોકો હોય છે કે જે પોતાની ઈમાનદારી દાખવતા હોય છે. એવો જ એક કિસ્સો ઉપલેટા થી સામે આવ્યો છે કે જ્યાં એક વ્યક્તિએ પુણ્યનું કામ કરીને માનવતા મહેકાવી છે. વાત જાણે એમ છે કે 18 વર્ષથી વિખૂટા પડેલાએ યુવકનું પરિવાર સાથે મિલન કરાવ્યું. જ્યારે આવું માનવતાનું કાર્ય કરીને આજે ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું છે.

વિસ્તૃતમાં જણાવીશ તો આ યુવક નું નામ સંત કુમાર છે.જે મૂળ છત્તીસગઢના રહેવાસી છે તેની માનસિક સ્થિતિ ખૂબ જ ખરાબ હોવાથી તે અચાનક ઘરેથી કોઈને કહ્યા વગર નીકળી ગયો હતો. તેવામાં તે ફરતા ફરતા ઉપલેટા આવી પહોંચ્યો હતો.તેથી આ સ્થિતિ ખૂબ જ દયનીય બની ગઇ હતી એ યુવકની માનસિક સ્થિતિ ખરાબ હોવાથી તેને એવી પણ જાણ ન હતી કે તે હાલ કયા શહેરમાં છે.

તેવામાં ઉપલેટાના હાઇવે પર આવેલી એક હોટલનો માલિક એવા પ્રવિણભાઈએ આમ તેમ ફરતા જોયું હતું તો તે યુવક આમથી તેમ ભટકી રહયો હતો તેથી તેનાં પર તેને દયા આવતાની સાથે તેને ત્યાં બોલાવી લીધો. પરંતુ એ યુવકને માનસિક સ્થિતિ બરાબર ન હોવાથી તેણે જ્યારે પ્રવીણભાઈ એ પૂછ્યું કે તમે ક્યાંના છો તો યુવક કે કોઈપણ પ્રકારનો જવાબ આપ્યો નહીં.

તેથી એ પ્રવિણભાઈએ તેના પર દયા આવતાં પોતાની હોટલમાં તેને કામે રાખી લીધો હતો. એ હોટલના માલિક પ્રવીણભાઈ તેને દરરોજ તેના પરિવાર વિશે પૂછપરછ કરતાં પરંતુ તેની પાસેથી તેને કોઈ જવાબ મળતો નહોતો. તેણે પોતાની હોટલમાં કામે રાખ્યો સાથે સાથે તેને જમવાની અને રહેવાની બધીજ સગવડો કરી આપી.

તેણે સોશિયલ મીડિયાનો ઉપયોગ કર્યો અને ગૂગલના સહારે તેમની આ યુવકના પરિવારનો સંપર્ક કરવાનો પ્રયાસ કર્યો.જેમાં જાણ થઈ હતી કે એ યુવકની 11 વર્ષ પછી પરિવારના લોકોને પોતાના યુવક વિશે જાણ થઈ હતી. આ દ્રશ્ય જોઈને તો જાણે રુવાડા ઉભા થઇ જાય.

તેવામાં પ્રવિણભાઈએ તેમના પરિવારના લોકોનો સંપર્ક કર્યો અને ત્યાં તેને લઈને પહોંચી ગયા એવામાં જાણવા મળ્યું હતું કે એ યુવક છેલ્લા 18 વર્ષથી પોતાના ઘરેથી નીકળી ગયો હતો તેને બે બાળકો પણ હતાં. એવામાં એ બાળકોને ખબર પડી કે હજુ પણ તેમના પિતા જીવીત છે, ત્યારે ખૂબ જ લાગણીભર્યા દ્રશ્યો સર્જાયા હતા અને પ્રવિણભાઈએ પણ આવા માનવતાનું કાર્ય કરીને ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો