હાલમાં સમગ્ર દેશભરમાં લગ્નની સીઝન ચાલી રહે છે. લોકો પોતાના દીકરા અથવા તો દીકરીના લગ્ન યાદગાર બનાવવા માટે કંઈકને કંઈક અલગ કરતા હોય છે. ખાસ કરીને અત્યારે તો લગ્નમાં અનોખી કંકોત્રી છપાવવાનો ટ્રેન્ડ ચાલી રહ્યો છે. ત્યારે આજે આપણે એક એવા લગ્ન વિશે વાત કરવાના છીએ જેના વિશે સાંભળીને તમે પણ વાહ વાહ કરવા લાગશો.
મિત્રો પ્રાચીન ધર્મના રિતી રિવાજ પ્રમાણે, દીકરીના લગ્ન થાય ત્યારે તેના પિતા તરફથી કન્યાદાનમાં દીકરીને સાક્ષાત ‘કામધેનુ’ સ્વરૂપે ગાયનું દાન કરાતું હતું. પરંતુ આજના આધુનિક યુગમાં લગ્નના રિવાજ બદલાઈ ગયા છે. આજે સાચી ગાયોની જગ્યાએ કન્યાદાનમાં સોના કે ચાંદીની ગાય આપવામાં આવે છે. આજના આધુનિક યુગમાં જીવતા કામધેનુનું સ્થાન મુર્તીએ લીધું છે.
ત્યારે કડી તાલુકાના કુંડાળા ગામના વતની અને હાર્ડવેરનો ધંધો કરતા ઘનશ્યામભાઈ પટેલે પોતાની દીકરીના લગ્નમાં દીકરીને કન્યાદાનમાં પ્રાચીન રેતી રિવાજ મુજબ જીવતું વાછરડું આપવામાં આવ્યું છે. ઘનશ્યામભાઈ ની દીકરી પ્રિયાંશીના લગ્ન સમાજના રિતરિવાજ પ્રમાણે લોંઘણજ ગામમાં થયા હતા. દેત્રોજ રોડ ઉપર આવેલા વિહાહ પાર્ટી પ્લોટ માં દીકરી ના લગ્ન યોજવામાં આવ્યા હતા.
હિન્દુ સંસ્કૃતિની પરંપરા મુજબ ઘનશ્યામભાઈ પોતાની દીકરી પ્રિયાંશીને જીવતું વાછરડું કન્યાદાનમાં આપ્યું હતું. જેના કારણે લગ્નનું સમગ્ર વાતાવરણ ધાર્મિક બની ગયું હતું. ઘનશ્યામભાઈ એ જણાવ્યું કે, પહેલા આપણા પૂર્વજો દીકરીના લગ્ન હોય ત્યારે દીકરીને ગાય ભેટમાં આપતા હતા. એ પરંપરા મુજબ અમે જીવંત ગાય અમારી દીકરીને ભેટમાં આપી છે.
આ ગાય અમારા કામ ઉપર હતી. જ્યારે પ્રિયાંશીના ભાઈ વાતચીત કરતા જણાવ્યું કે, અમે પરિવાર એવો વિચાર કર્યો કે, આપણી જૂની પરંપરા અને ભારતીય સંસ્કૃતિને જાળવી રાખવા માટે જે પ્રમાણે લગ્નમાં કન્યાદાનમાં દીકરીને સોના ચાંદીની ગાય આપતા હોય છે, તે જ રીતે અમે સોના ચાંદીની ગાયની જગ્યાએ અમારા ફાર્મ ઉપરથી જીવંત ગાય આપી છે.
મિત્રો ઘનશ્યામભાઈ અંબાલાલ પટેલનું કહેવું છે કે, જો આપણે આપણો હિન્દુ ધર્મનું આખા વિશ્વમાં પુનરૂત્થાન કરવું હશે, તો આપણે શાસ્ત્રોકત કથા મુજબ જે રીત રિવાજો જાળવી રાખવા પડશે. હાલમાં આ લગ્નની ચર્ચાઓ સોશિયલ મીડિયા પર ચારેય બાજુ ચાલી રહી છે અને લોકો મન મૂકીને ઘનશ્યામભાઈના આ કાર્યના વખાણ કરી રહ્યા છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો
Be the first to comment