શનિવારના રોજ વહેલી સવારે એક કાળજુ કંપાવી દેનારી ઘટના બની છે. આ ઘટનામાં વહેલી સવારે એક વ્યક્તિએ તેની ત્રણ દીકરીઓ અને પત્ની ઉપર ધારદાર વસ્તુ વડે પ્રહાર કરીને તેમનો જીવ લેવાનો પ્રયાસ કર્યો હતો. આ ઘટનામાં ત્રણ દીકરીઓમાંથી એક દીકરીનું દર્દનાક મોત થયું છે. જ્યારે બે દીકરીઓ અને માતા ગંભીર રીતે ઇજાગ્રસ્ત થાય છે.
આ ઘટના બનતા આજે ચારેય બાજુ ભારે અફરાતફરી મચી ગઈ છે. આ ઘટના ભી લોહીમાં શનિવારના રોજ વહેલી સવારે બની હતી. મળતી માહિતી અનુસાર આરોપીની મોટી દીકરી લવ મેરેજ કર્યા હતા. ત્યારબાદ પિતાએ દીકરી સાથે તમામ સંબંધો તોડી નાખ્યા હતા. પરંતુ છતાં પણ આરોપીની પત્ની અને અન્ય બે દીકરીઓએ મોટી દીકરીને ઘરમાં રાખી હતી.
જેના કારણે આરોપી ખૂબ જ નારાજ થઈ ગયું હોત અને ગુસ્સામાં આવીને તેને આ પગલું ભર્યું હતું. હાલમાં સમગ્ર ઘટનાને લઈને પોલીસ કાર્યવાહી કરી રહી છે. સમગ્ર ઘટનાને લઈને વિગતવાર વાત કરીએ તો શનિવારના રોજ સવારે ત્રણથી ચાર વાગ્યાની વચ્ચે આ ઘટના બની હતી. આરોપી અમર દેવ રોય નામના પોતાની પત્ની અને ત્રણ દીકરીઓ જ્યારે ઊંઘી રહી હતી.
ત્યારે ધારદાર વસ્તુ વડે ચારેય પર જીવલેણ પ્રહાર કર્યા હતા. ઘટનાની જાણ થતાં પોલીસ પોતાની ટીમ સાથે તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી આવી હતી. ત્યારબાદ આરોપીની 40 વર્ષની પત્ની દેવંતી રોય, 22 વર્ષની દીકરી વંદના રોય, 18 વર્ષની દીકરી જ્યોતિ રોય અને 17વર્ષની દીકરી પ્રીતિ રોયને સારવાર માટે હોસ્પિટલ લઈ જવામાં આવ્યા હતા.
આરોપીએ ધારદાર વસ્તુ વડે 10 થી પણ વધારે ઘાતક પ્રહાર પોતાના પરિવાર ઉપર કર્યા હતા. હોસ્પિટલમાં હાજર ડોક્ટરે જ્યોતિ રોયને મૃત જાહેર કરી હતી. જ્યારે અન્ય બે દીકરીઓને માતાની હાલત ખૂબ જ ગંભીર છે અને તેમની સારવાર હોસ્પિટલમાં ચાલી રહી છે.
આપ સમગ્ર ઘટના બની ત્યારે આરોપીનો 12 વર્ષનો દીકરો આકાશ રોય અને મોટી દીકરીનો એક દીકરો ઘરમાં હાજર હતા. પરંતુ આરોપીએ આ બંનેને કઈ પણ કર્યો ન હતું. સમગ્ર ઘટના બન્યા બાદ આરોપી ઘરના પાછળના દરવાજાથી ભાગી ગયો હતો. ત્યારબાદ આરોપી તાત્કાલિક પોલીસ સ્ટેશન પહોંચ્યો હતો અને સામેથી સરેન્ડર કર્યું હતું. પોલીસે સમગ્ર ઘટનાને લઈને આરોપીની ધરપકડ કરીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો
Be the first to comment