પ્રેમ લગ્ન કરનાર યુવતીના પિતા અને ભાઈએ હથોડી વડે પ્રેમી સાથે કર્યું એવું કે – જુઓ વિડિયો

93

મધ્યપ્રદેશની એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. મળતી માહિતી મુજબ મધ્યપ્રદેશમાં આવેલા શાજાપુરના મકસી વિસ્તારમાં ભર બજારમાં પોલીસ ચોકીની સામે એક યુવકને ધોકાવાનો વીડિયો સામે આવ્યો છે. મળતી માહિતી મુજબ એક યુવક અને યુવતીએ પ્રેમ લગ્ન કરી લીધા હતા.

તેને લઈને યુવતીના પિતા અને ભાઈ યુવકને ધોકાવ્યો આવ્યો છે. મળતી માહિતી મુજબ યુવક અને યુવતી બંને અલગ-અલગ જાતિના છે. વીડિયોમાં તમે જોઈ શકો છો કે યુવતીના પિતા અને તેનો ભાઈ યુવકને જમીન પર સુવડાવી ને ધોકાવી રહ્યા છે.

અને ત્યારબાદ યુવકના ઘૂંટણ પર હથોડી લગાવે છે. આ ઘટના બન્યા બાદ યુવક ચાલી પણ શકતો નથી. આ ઘટનાની જાણ થતા પોલીસે આ ઘટનાને લઈને કેસ દાખલ કર્યો છે. પોલીસની પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું કે પુષ્પક ભાવસાર નામના યુવકે અને તેની બાજુમાં રહેતી રાધિકા પાટીદાર નામની યુવતી સાથે બે વર્ષથી અફેર ચાલતું હતું.

બંનેએ ઘરેથી ભાગીને 24 ઓગસ્ટ 2021 ના રોજ આર્ય સમાજમાં લગ્ન કરી લીધા હતા. ત્યારબાદ આ બંને પરિવારનો વિવાદ પોલીસ સ્ટેશનમાં પહોંચ્યો હતો પોલીસ સ્ટેશનમાં બંને પક્ષ વચ્ચે માથાકુટ થઇ હતી.

ત્યારબાદ બંને ભાગ સાથે સમજૂતી કરવામાં આવી અને યુવતી પોતાના પિતા સાથે ચાલી ગઈ. ત્યાર બાદ યુવતીના પિતા અખિલેશ પાટીદાર અને તેના ભાઈ બે દિવસ પહેલા યુવકને રસ્તા પર રોકીને ધોકાવ્યો હતો.

આ સમગ્ર ઘટનાને લઇને યુવકના પરિવારજનોએ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. પરંતુ પોલીસે કાર્યવાહી ન કરી અને બંને પક્ષ વિરુદ્ધ કેસ દાખલ કર્યો છે. આ ઉપરાંત પોલીસે ફાયર માં લખ્યું કે બંનેની બાઇક અથડાવવા થી માથાકુટ કરવામાં આવી હતી.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!