આ દિગ્ગજ નેતા દ્વારા આંદોલન કરી રહેલા ખેડૂતોને મવાલી કહેવાતા, AAP દ્વારા કરવામાં આવ્યું આશ્ચર્યજનક કામ…

ગુજરાત રાજ્યમાં આગામી વિધાનસભાની ચૂંટણીને લઇને રાજકીય પક્ષો વચ્ચે હલચલ મચી છે. અને ગુજરાતમાં દિવસેને દિવસે આમ આદમી પાર્ટી નો વર્ચસ્વ વધી રહ્યું છે. જ્યારે આગામી વિધાનસભાની આમ આદમી પાર્ટી ભાજપને જબરદસ્ત ટક્કર આપી શકે છે.

ગુજરાતમાં દિવસેને દિવસે ગામડાઓ અને અલગ અલગ જિલ્લાઓમાંથી લોકો આમ આદમી પાર્ટીમાં જોડાઇ રહ્યા છે. ત્યારે હાલમાં મોદી સરકારમાં મંત્રી બન્યા બાદ મીનાક્ષી લેખીએ દિલ્હીમાં કૃષિ કાયદાનો વિરોધ કરી રહેલા ખેડૂતોને મવાલી ગયા હતા.

મીનાક્ષી લેખીએ કહ્યું હતું કે જે લોકો વિરોધ કરી રહ્યા છે. તે લોકો ખેડૂતો નથી. લાલ કિલ્લા પર 26મી જાન્યુઆરીએ થઈ રહેલી ઘટના અંગે ઉલ્લેખ કરતા નવી દિલ્હી બેઠકના સાંસદ મીનાક્ષી લેખીએ સાથે સાથે એમ પણ કહ્યું હતું કે આ વિરોધ કરનાર લોકો રાજકીય એજન્ટ છે.

મીનાક્ષી લેખીના કારણે સોશિયલ મીડિયામાં ખૂબ જ મોટી ઉથલપાથલ મચી રહી છે. અને ઘણા લોકોએ મીનાક્ષી લેખી રાજીનામું આપે તેવી પણ માંગ ઉઠાવી છે. આ સમગ્ર નિવેદનને લઈને ખેડૂત નેતા રાકેશ ટીકો તે કહ્યું કે આવી વાત ખેડૂતો માટે ન બોલવી જોઈએ.

આ પ્રકારના નિવેદનને લઈને આમ આદમી પાર્ટી સુરત શહેર દ્વારા આવેદનપત્ર આપવામાં આવ્યું હતું. આવેદન પત્રમાં લખ્યું હતું કે ખેડૂત એટલે કે ધરતી પરનો ભગવાન જે પોતાનો પરસેવો પાડીને ધરતી ખેડીને અનાજ ઉગાડે છે. આખા જગતના લોકોનું પેટ ભરવાનું કામ કરે છે.

દેશમાં બે હીરો છે જેમાં એક ખેડૂત અને એક છે આર્મી. જેનો આદર સન્માન દરેક વ્યક્તિએ કરવું જોઈએ. જ્યારે ભારતીય જનતા પાર્ટીના વિદેશ રાજ્યમંત્રી મીનાક્ષી લેખી એ દ્વારા મીડિયા પર આવું નિવેદન આપતા લોકો ઘણા ગુસ્સે ભરાયા છે.

આ ઉપરાંત લોકોની માંગણી છે કે ભારતીય જનતા પાર્ટીના નેતા મીનાક્ષી લેખી દ્વારા ખેડૂતોને જાહેર માધ્યમથી માફી માંગવામાં નહીં આવે તો અમે કિસાન સાથે સમગ્ર ગુજરાતમાં લોકશાહી વિરોધ પ્રદર્શન અને ધારણાઓ કરશો.

આ પણ આમ આદમી પાર્ટી એટલે કે વિરોધ પક્ષના નેતા ધર્મેશ ભંડેરી અને અન્ય કાર્યકર્તાઓ દ્વારા ‘હમસે જૉ ટકરાયેગા મિટ્ટી મેં મિલ જાયેગા’ નારા લગાવવામાં આવ્યા હતા.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!.

Be the first to comment

Leave a comment

Your email address will not be published.


*