આજની યુવા પેઢી ખાવા પીવાની ખૂબ જ શોખીન જોવા મળી રહે છે. યુવા પેઢીને ઘર કરતા બહાર ખાવું વધારે પસંદ છે. લોકો હોટલ અને રેસ્ટોરન્ટમાં તીખું અને તમો ખાઈને પોતાના સ્વાસ્થ્યને બગાડી રહ્યા છે. છતાં પણ કોઈને પોતાના સ્વાસ્થ્યની પડી નથી અને મોજ શોખથી બહાર ખાવાનું વધારે પસંદ કરે છે.
તમે બધા હોટલ અને રેસ્ટોરન્ટમાં ખાવા તો જાઓ છો પરંતુ તે વાનગી કેવી રીતે બનાવે છે તે કોઈને નહીં ખબર હોય. મિત્રો અમુક એવા રેસ્ટોરન્ટમાં કે લારી પર બનાવવામાં આવતી વાનગીઓમાં ખૂબ જ ભેળસેળ કરી રહ્યા છે. ખાસ કરીને આજની યુવા પેઢી ફાસ્ટ ફૂડ ખાવાની ખૂબ જ શોખીન છે.
જેના કારણે રેસ્ટોરન્ટ કે લારી ચલાવતા લોકો પોતાની વાનગીને સ્વાદિષ્ટ બનાવવા માટે તેમાં કેટલાક પદાર્થો ઉમેરતા હોય છે, તે સ્વાસ્થ્ય માટે ખૂબ જ નુકસાનકારક હોય છે. ત્યારે તેઓ જ એક કિસ્સો હાલમાં રાજકોટ શહેરમાંથી સામે આવી રહ્યો છે. રાજકોટની આ જગ્યાએથી ખાવાની વસ્તુ માંથી કંઈક એવી વસ્તુ મળી કે તમે ત્યાં ખાવા જતા પહેલા સો વખત વિચાર કરશો.
રંગીલા રાજકોટ શહેરમાં લાખાજીરાજ રોડ પર જૂની ખડપીઠ પાસે આવેલ નાસ્તા બજારમાં સ્વાસ્થ્ય વિભાગના કર્મચારીઓ દ્વારા દરણા પાડવામાં આવ્યા હતા. દરોડા પાડતી વખતે રાજકોટના પ્રખ્યાત રામભાઈ રગડાવાળાને ત્યાં ચેકિંગ કરવામાં આવ્યું હતું. મિત્રો તમને જણાવી દઈએ કે રામભાઈ રગડા વાળાને ત્યાં દરરોજ સેકડો લોકો ખાવા માટે આવે છે અને અને રગડાનું નામ પડે એટલે શહેરના લોકો રામભાઈ રગડાને ત્યાં પહોંચી જાય છે.
ત્યારે ખૂબ જ પ્રખ્યાત રામભાઈ રગડા વાળાને ત્યાં સ્વાસ્થ્ય વિભાગના કર્મચારીઓ દ્વારા ચેકિંગ કરવામાં આવ્યું હતું ત્યારે ત્યાંથી કંઈક એવી વસ્તુ મળી કે… જે જોતા જ સ્વાસ્થ્ય કર્મચારીઓ પણ આશ્ચર્યચકિત થઈ ગયા હતા. રામભાઈ રગડા વાળા ને ત્યાંથી 3 કિલોગ્રામ વાસી લાલ ચટણી તેમજ 2 કિલો લાલ ચટણી અને 16 કિલો રગડાનો મસાલો ફેંકી દેવામાં આવ્યો હતો.
આ દરેક વસ્તુઓ વાસી વાપરવામાં આવતી હતી અને તેમાંથી રગડો બનાવવામાં આવતો હતો. બધી વાસી વસ્તુઓ રગડો બનાવવામાં ઉપયોગ લેવામાં આવતી હતી. આટલું જ નહીં પરંતુ રગડો બનાવવામાં વપરાતા બટેકા પણ વાસી હતા. જેના કારણે સ્વાસ્થ્ય કર્મચારીઓએ આ તમામ વસ્તુઓ જપ્ત કરી લીધી હતી.
રામભાઈ રગડા વાળાને ત્યાંથી આવી વસ્તુ મળતાએ દરેક લોકો માટે ચેતવણી સમાન છે. રામભાઈ રગડા વાળીને ત્યાં દરરોજ સેકડો લોકો નાસ્તો કરવા માટે પહોંચે છે. પરંતુ લોકોના સ્વાસ્થ્ય સાથે છેતરપિંડી થઈ રહી હતી. જેના કારણે સ્વાસ્થ્ય વિભાગના કર્મચારીઓ દ્વારા રગડાવાળા ને ત્યાંથી બધી વસ્તુઓ નાશ કરી દેવામાં આવી છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો
Be the first to comment