ખેડૂત આંદોલનને લઈને બોલીવુડના પ્રખ્યાત કલાકાર એ આપ્યું મોટું નિવેદન,કહ્યું કે સરકાર જલ્દી નિરાકરણ લાવે…

Published on: 5:06 pm, Fri, 11 December 20

ખેડૂત આંદોલન આજે સોમો દિવસ છે ત્યારે બોલિવૂડના એક્ટર ધર્મેન્દ્ર ખેડૂતોના સમર્થનમાં એક મોટું નિવેદન ટ્વિટ કર્યું છે. તેમને કહ્યું કે હું મારા ખેડૂત ભાઈઓ ની પીડા જોઇને દુઃખી છું. આ સાથે ધર્મેન્દ્ર એવું પણ લખ્યું કે, સરકારે આ મામલે ઝડપથી સમાધાન કરવું જોઈએ અને નોંધનીય છે કે, આ પહેલા પણ ધર્મેન્દ્ર કર્યું હતું અને તરત જ તેમને ડીલીટ કર્યું હતું.

ફિલ્મ ઇન્ડસ્ટ્રીના ઘણા સ્ટાર્સ ખેડૂતોના સમર્થનમાં ટ્વિટ કરી રહ્યા છે અને અભિનેત્રી પ્રિયંકા ચોપડાને પણ પરિસ્થિતિના કારણે દુઃખી થઈ રહ્યું છે.તેને પણ સોશિયલ મીડિયા પર આ પોસ્ટ કર્યો હતો અને તેમાં લખ્યું હતું કે ખેડૂત આપણા સૈનિક છે અને તેમના બધા ભય દૂર કરવા મહત્વપૂર્ણ છે.

તેમની અપેક્ષાઓ પૂર્ણ થવી જોઈએ અને લોકશાહી તરીકે આ વિવાદને જલ્દીથી હલ કરવાની આપણી જવાબદારી છે. સમગ્ર દેશમાં ખેડૂત આંદોલન ઉગ્ર બન્યું છે.

તેવામાં બોલિવૂડના એક્ટરના સપોર્ટ થી આ ખેડૂત આંદોલન વધુ ઉગ્ર બનશે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!