બહાર ફરીને ઘરે પરત ફરી રહેલા પરિવારને રસ્તામાં નડ્યો અકસ્માત, માતા-પિતા, દીકરા સહિત 4 લોકોના કરુણ મૃત્યુ…પરિવારમાં એક સાથે ત્રણ અર્થી ઉઠી…

આજકાલ અકસ્માતની ઘટનાઓ ખૂબ જ વધી ગઈ છે. તમે ઘણી એવી અકસ્માતની ઘટનાઓ સાંભળી હશે. જેમાં અકસ્માતના કારણે હસતો ખેલતો પરિવાર વિખરાઇ ગયો હશે. ત્યારે હાલમાં બનેલી તેવી જ એક અકસ્માતની ઘટના સામે આવી છે. આજ રોજ સવારે લગભગ સવારે 9:00 વાગે અજમેરના વિજયનગર પાસે એક ગંભીર અકસ્માતની ઘટના બની હતી. આ ગંભીર અકસ્માતની ઘટનામાં ચાર લોકોએ પોતાના જીવ ગુમાવ્યા છે.

અકસ્માતની ઘટનામાં કારમાં સવાર પતિ, પત્ની, પુત્ર અને ડ્રાઇવરનું કરુણ મૃત્યુ નીપજ્યું છે. કારમાં સવાર તમામ લોકો જયપુરથી ભીલવાડા તરફ પરત ફરી રહ્યા હતા. ત્યારે રસ્તામાં તેમને અકસ્માત નડ્યો હતો. અકસ્માતની ઘટના બની આબાદ ઘટના સ્થળે મોટી સંખ્યામાં લોકો એકઠા થઈ ગયા હતા. આ કારણોસર ઘટના સ્થળે ટ્રાફિકજામના દ્રશ્યો સર્જાયા હતા.

ઘટનાની માહિતી મળતા પોલીસ પણ ઘટના સ્થળે પહોંચી આવી હતી. સમગ્ર ઘટનાને લઈને વિસ્તૃતમાં વાત કરીએ તો, આઝાદનગર ભીલવાડાના રહેવાસી 39 વર્ષીય અંકિત અગ્રવાલ, તેની 36 વર્ષીય પત્ની રાખી અગ્રવાલ, 12 વર્ષીય દીકરો પ્રથમ અગ્રવાલ અને 22 વર્ષીય કાર ડ્રાઇવર કેયુરનું મૃત્યુ થયું છે. આ તમામ લોકો લગભગ 9:00 વાગ્યાની આસપાસ જયપુર આવ્યા હતા.

મળતી માહિતી અનુસાર ચારભૂ હોટલ પાસે રોડ પર ઉભેલા ટ્રક સાથે સિયાઝ કાર અથડાઈ હતી. અકસ્માતની ઘટના આટલી ગંભીર હતી કે કારમાં સવાર પતિ, પત્ની અને ડ્રાઇવરનું ઘટના સ્થળે કરુણ મૃત્યુ નીપજ્યું હતું. જ્યારે કારમાં સવાર બાળક ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયો હતો. તેને સારવાર માટે તાત્કાલિક હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો.

હોસ્પિટલમાં બાળકનું સારવાર દરમિયાન કરુણ મૃત્યુ નીપજ્યું હતું. આ ઘટના બનતા જ મૃતકના પરિવારના લોકો ઘટના સ્થળે પહોંચી આવ્યા હતા. અકસ્માતના પગલે એક હસતો ખેલતો પરિવાર વિખરાઈ ગયો છે. ઘટનાની માહિતી મળતા પોલીસ પણ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી આવી હતી.

પોલીસે સમગ્ર ઘટનાને લઈને આગળની કાર્યવાહી હાથ ધરી છે. અકસ્માતની ઘટના આટલી ગંભીર હતી કે કારનો ઉપરનો ભાગ સંપૂર્ણ રીતે ભાંગીને ભૂકો થઈ ગયો હતો. અકસ્માતના કારણે ઘટના સ્થળે મોટી સંખ્યામાં લોકો એકઠા થઈ ગયા હતા. આ કારણોસર ટ્રાફિકજામના દ્રશ્યો જોવા મળ્યા હતા.

સમગ્ર ઘટનાને લઈને જાણવા મળી રહ્યું છે કે, ટ્રક રોડની સાઈડ માં ઉભો હતો. પરંતુ કાર પાછળથી આવીને ટ્રકમાં ઘૂસી ગઈ હતી. એવું કહેવામાં આવી રહ્યું છે કે કારનો ડ્રાઇવર નિંદરમાં હશે. જેના કારણે કાર બેકાબુ બનીને ટ્રકમાં ઘૂસી ગઈ હશે. હાલમાં સમગ્ર ઘટનાને લઈને પોલીસ કાર્યવાહી કરી રહી છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો

Be the first to comment

Leave a comment

Your email address will not be published.


*