પરિવારના લોકો દોઢ વર્ષથી દીકરાના મૃતદેહ સાથે રહેતા હતા, આ હચમચાવી દેનારી ઘટના હિંમત હોય તોજ વાંચજો..!

હાલમાં એક એવી ચોકાવનારી ઘટના સામે આવી છે, જે સાંભળીને તમારા પણ રુવાટા ઉભા થઈ જશે. મિત્રો તમને જણાવી દઈએ કે એક પરિવાર દોઢ વર્ષ સુધી એક ડેડબોડી સાથે રહેતો હતો. આ ઘટના ઉત્તર પ્રદેશના કાનપુરની છે. અહીં 35 વર્ષના ઇન્કમટેક્સ ઓફિસર વિમલેશ સોનકરનું કોરોનાની બીજી લહેરમાં મૃત્યુ થયું હતું. વિમલેશભાઈનું 22 એપ્રિલ 2021ના રોજ મૃત્યુ થયું હતું. હોસ્પિટલે વિમલેશભાઈ નું ડેટ સર્ટિફિકેટ પણ બહાર પાડી દીધું હતું. પરંતુ પરિવારના લોકોને એવું લાગતું હતું કે, વિમલેશનું મૃત્યુ નથી થયું તે કોમામાં છે.

વિમલેશભાઈ નું મૃતદેહ જ્યાં રાખવામાં આવ્યું હતું ત્યાં 10 થી પણ વધુ લોકો રહે છે. શુક્રવારના રોજ આ ઘટના વિશે ખુલાસો થયો જ્યારે વિમલેશભાઈ સતત ડ્યુટી પર હાજર ન થતા હતા. તેથી ઇન્કમટેક્સ વિભાગ તપાસ કરવા માટે વિમલેશ ભાઈના ઘરે પહોંચ્યું હતું. ત્યારે ઇન્કમટેક્સ વિભાગના કર્મચારીઓને રૂમમાંથી વિમલેશ ભાઈનું મૃતદેહ મળી આવ્યું હતું.

મળતી માહિતી અનુસાર વિમલેશભાઈ ઇન્કમટેક્સ વિભાગમાં અમદાવાદમાં આસિસ્ટન્ટ ઓફિસરના પદ પર તૈનાત હતા. જ્યારે કોરોનાની બીજી લહેર આવી ત્યારે વિમલેશ ભાઈ ને કોરોના થઈ ગયો હતો. તેમની તબિયત વધારે બગડવાના કારણે પરિવારના લોકો અમદાવાદથી લખનઉ આવી ગયા હતા. ત્યાં પણ વિમલેશભાઈ ની તબિયત ન સુધરી તેથી પરિવારના લોકો વિમલેશભાઈ ને લઈને કાનપુર આવ્યા હતા.

અહીં બિહારના રોડ પર સ્થિત મોતી નર્સિંગ હોમમાં વિમલભાઈને એડમીટ કરવામાં આવ્યા હતા. અહીં 22 એપ્રિલ 2021 ના રોજ તેમનું મૃત્યુ થયું હતું. હોસ્પિટલે ડેટ સર્ટિફિકેટ બહાર પાડી દીધું હતું અને મૃતદેહ તેમના પરિવારજનોને સોંપી દીધું હતું. જ્યારે 23 એપ્રિલના રોજ પરિવારના લોકો વિમલેશભાઈ ની બોડીના અંતિમ સંસ્કાર કરવા ગયા, ત્યારે પરિવારના લોકોને લાગ્યું કે વિમલેશભાઈની બોડી હલનચલન થઈ રહી છે.

ત્યારબાદ વિમલેશભાઈ ને હાથ પર ઓક્સિમીટર લગાવવામાં આવ્યું ત્યારે ઓક્સિજન લેવર અને પલ્સ રેટ બતાવવા લાગ્યું હતું. જેના કારણે પરિવારના લોકોએ અંતિમ સંસ્કાર કેન્સલ કરી લીધા. ત્યારબાદ પરિવારના લોકોએ વિમલેશભાઈ ને ફરીથી હોસ્પિટલમાં દાખલ કરવાનો પ્રયત્ન કર્યો, પરંતુ હોસ્પિટલના સ્ટાફે આ વાત પર ધ્યાન ન આપ્યું. અન્ય હોસ્પિટલમાં પણ પરિવારના લોકોએ વિમલેશભાઈ ને દાખલ કરવાનો પ્રયત્ન કર્યો પરંતુ ત્યાં પણ કોઈએ ધ્યાન ન આપ્યું.

વિમલેશભાઈ જીવે છે એવું માનીને પરિવારના લોકોએ પછી તેમને ઘરે રાખી અને તેમની સેવા કરવાનું શરૂ કરી દીધું. દરરોજ સવાર સાંજ વિમલેશભાઈની બોડીને ડેટોલથી સાફ કરે, દરરોજ તેલ માલિશ કરવામાં આવતી, રોજ કપડાં બદલવામાં આવતા અને રોજ તેમની પથારી પણ બદલવામાં આવતી હતી.

એટલું જ નહીં પરંતુ પરિવારના લોકો વિમલેશભાઈ ની રૂમની એસી 24 કલાક ચાલુ રાખતા હતા. આ બધી પ્રક્રિયા દોઢ વર્ષ સુધી ચાલી રહી હતી. આ સમગ્ર ઘટનાનો શુક્રવારના રોજ ખુલાસો થયો. જ્યારે ઇન્કમટેક્સના કર્મચારીઓ વિમલેશના ઘરે પહોંચ્યા ત્યારે તેમને ઘરમાંથી વિમલેશભાઈનું મૃતદે મળી આવ્યું હતું.

વિમલેશભાઈ નું મૃતદેહ સડી ગયું હતું. એટલું જ નહીં પરંતુ મૃતદેહ સડી ગયું તેથી તેમાંથી પાણી નીકળવા લાગ્યું હતું અને ખૂબ જ દુર્ગંધ આવતી હતી. સમગ્ર ઘટનાને લઈને પડોશીના લોકોએ જણાવ્યું કે, જ્યારે અમે પરિવારને વિમલેશ વિશે પૂછતા હતા, ક્યારે પરિવારના લોકો જવાબ આપતા હતા કે વિમલેશ કોમામાં છે. પરિવારના લોકો દોઢ વર્ષથી વિમલેશભાઈ ના મૃતદેહ સાથે રહેતા હતા.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો

Be the first to comment

Leave a comment

Your email address will not be published.


*