હાલ તો સમગ્ર ગુજરાતમાં મુશળધાર વરસાદ વરસી રહ્યો છે. એવામાં આજે આપણે એક એવા કિસ્સા વિશે વાત કરવા જઈ રહ્યા છે કે જેમાં એક ધોરણ 10માં અભ્યાસ કરતી બીમાર દીકરીને પરિવારજનો હોસ્પિટલ પણ પહોંચાડી ના શકે વાત જાણે એમ છે કે વડોદરા ના ડભોઇ તાલુકામાં અનાધાર વરસેલા વરસાદમાં એક આદિવાસી પરિવારમાં માથે આફત આવી પહોંચી છે.
સેજપુરા ગામમાં રહેવાસી એવા આદિવાસી પરિવારમાં એક 16 વર્ષની બીમારી કિશોરીને સમયસર હોસ્પિટલ પહોંચાડી ન શક્યા કારણ કે ચારે કોર ભરાયેલા એ પાણીને કારણે હોસ્પિટલ પહોંચી ન શક્યા. એવામાં જ એ બીમાર કિશોરીનું મોત થઈ ગયું.
એટલું જ નહીં પરંતુ આ ચારે કોર ભરાયેલા પાણીની વચ્ચે એ મૃતદેહને પણ પોતાના ગામ સુધી લઈ જવામાં અનેક મુશ્કેલીઓનો સામનો પણ કરવો પડ્યો હતો. ચારે કોર ભરાયેલા એ પાણી વચ્ચે એ મૃત દીકરીના મામાએ પોતાનો જીવ જોખમમાં મૂકીને પોતાની ભાણીના મૃતદેહને ઊંચકીને એ વહેતા પાણીની વચ્ચે પોતાના ગામ તરફ જવા રવાના થયા કે તસ્વીરો પણ તમે સોશિયલ મીડિયા પર જોઈ શકો છો.
આ પરિવાર પર આવી પડેલી આફત જેને લઇને પરિવારને ખૂબ જ મુશ્કેલીઓ પડી એટલું જ નહીં પરંતુ એ બીમાર દીકરીને સમયસર હોસ્પિટલ ન પહોંચાડતા રસ્તામાં જ તેનો મૃત્યુ થઈ ગયો હતો. એ પરિવાર એ બીમાર બાળકી ને છત્રાલ ગામ થઈને કારવણ જવાનો વિચાર કર્યો.
અને છત્રાલ ગામના માર્ગો ઉપર પણ પાણી હોવાને કારણે પરિવારને એ બીમાર દીકરીને મંડાળા ગામ જવાના રસ્તાએથી મંડલા જવા માટે નીકળવું પડ્યું હતું.તેવામાં જ તબીબોએ રેણુકાની તપાસ કરતા ની સાથે જ તેને મૃત જાહેર કરતા પરિવારમાં શોકનો માહોલ સર્જાયો હતો.
હોસ્પિટલમાં ગયા બાદ તબીબો એ રેણુકા ને મૃત્યુ જાહેર કરી અને અંતે પરિવાર એમ્બ્યુલન્સમાં દીકરીના મૃતદેહને લઈ ખાનપુરાના રસ્તા પરથી પોતાના ગામ લઈ આવ્યા.આ કિસ્સો સાંભળીને સૌ કોઈ લોકો શબ્દ થઈ ગયા હશે ત્યારે સરકારે પણ હવે આંખ ખોલવાની જરૂર છે અને આ દીકરીના પરિવારને સરકાર દ્વારા સહાય આપવામાં આવે તેવી લાગણી વ્યક્ત કરવામાં આવી હતી.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો
Be the first to comment