કેન્દ્રની મોદી સરકારે આજે સુપ્રીમ કોર્ટે જણાવ્યું કે કોરોના ને કારણે મૃત્યુ પામેલા લોકોના પરિવારને 4 લાખ રૂપિયા આપવાની માંગ પર વિચારણા ચાલી રહી છે. આ બાબત ઉપર ટૂંક સમયમાં નિર્ણય લેવામાં આવશે.
આ ઉપરાંત કોર્ટે કેન્દ્ર સરકારને મૃત્યુના પ્રમાણપત્રમાં મૃત્યુનું સાચુ કારણ દાખલ કરવાની માંગ પર જવાબ માટે કેન્દ્ર સરકારે સમય માંગ્યો હતો અને સુપ્રીમ કોર્ટે કેન્દ્ર સરકારને 10 દિવસનો સમય આપ્યો છે 21 જુન એ આ વાત પર સુનાવણી થશે.
આ મામલે કેન્દ્ર સરકારે 24 મૈ નોટિસ જાહેર કરવામાં આવી હતી. કેન્દ્ર સરકાર તરફથી આજે તુષાર મહેતાએ કોર્ટમાં જણાવ્યું કે સરકાર આ અરજીની વિરોધ નથી. આ સમગ્ર મામલાને સંપૂર્ણ સહાનુભૂતિ સાથે જોવામાં આવશે.
સુપ્રીમ કોર્ટના જજે કહ્યું કે બિહાર જેવા અમુક રાજ્યમાં કોરોના ના કારણે મૃત્યુ પામેલા લોકોના પરિવારને 4 લાખ રૂપિયા આપવાની એલાન કર્યું છે. અને મોટાભાગના રાજયોએ પોતાનું વલણ સ્પષ્ટ નથી કર્યું.
મહેતાએ કહ્યું કે કેન્દ્ર સરકાર આ આયોજન પર જલ્દી કામગીરી કરશે. અને કોરોના સાથે જોડાયેલી બીજા તમામ કામો પર અમુક સમય લાગશે.
સોલિસિટર જનરલ કોટી આ કામગીરી માટે બે અઠવાડિયાનો સમય માંગ્યો છે. પરંતુ કોર્ટે આ મામલે 10 દિવસનો સમય આપ્યો છે અને દસ દિવસ બાદ કોર્ટમાં સુનાવણી કરવામાં આવશે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!
Be the first to comment