આજકાલ જીવ ટૂંકાવી લેવાની ઘટનાઓ ખુબ જ વધી ગઈ છે. ત્યારે સોમવારના રોજ અમેરિકાથી પરત આવેલા એક એન્જિનિયર યુવકે ગળાફાંસો ખાઈને પોતાનું જીવન ટૂંકાવી લીધું હતું. યુવકે આ પગલું ભર્યું તે પહેલા એક વીડિયો પણ બનાવ્યો હતો. જેમાં યુવકે કહ્યું હતું કે તે પોતાની પત્નીના ત્રાસથી ગળાફાંસો ખાઇ રહ્યો છે.
આ ઘટના કાશીનગરમાં બની હતી. મળતી માહિતી અનુસાર મૃત્યુ પામેલા યુવકના લગ્ન 2020 માં એટલે કે બે વર્ષ પહેલા થયા હતા. એન્જિનિયર યુવક ચાર મહિના પહેલા જ અમેરિકાથી પરત આવ્યો હતો. તે પોતાની પત્ની સાથે ભાડાના મકાનમાં રહેતો હતો. મૃત્યુ પામેલા યુવકની ઓળખ આનંદ તરીકે થઈ છે.
મળતી માહિતી અનુસાર આનંદએ પોતાનું જીવન ટુંકાવ્યું તે પહેલા એક વિડીયો બનાવ્યો હતો. આ વીડિયો બનાવીને તેને પોતાની બહેન અને પિતરાઈ ભાઈને મોકલ્યો હતો. મળતી માહિતી અનુસાર ત્યારબાદ સોમવારના રોજ સવારે આનંદની બહેન, તેની માતા અને પિતરાઇ ભાઇ પોલીસ સ્ટેશન પહોંચ્યા હતા અને આ વિડીયો વિશે જણાવ્યું હતું.
પોલીસે વીડિયોમાં બેકગ્રાઉન્ડમાં એક પ્રખ્યાત દુકાનનું નામ જોયું હતું. દુકાનના નામના આધારે પોલીસ આનંદની માતા અને બહેન સાથે ઘટનાસ્થળે પહોંચી આવી હતી. ત્યાં પોલીસે ઘરનું તાળું તોડ્યું અને મકાનના બીજા માળે આનંદનો મૃતદેહ લટકતી હાલતમાં જોવા મળ્યું હતું. આ દ્રશ્ય જોઇને આનંદની બહેન અને માતાએ ધ્રુસકે ને ધ્રુસકે રડી પડી હતી.
ત્યારબાદ પોલીસે સમગ્ર ઘટનાને લઇને ફોરેન્સિક ઘટનાસ્થળે બોલાવી હતી. મળતી માહિતી અનુસાર આનંદની બહેનનો આરોપ છે કે, આનંદને તેના સાસરિયાઓ દ્વારા ખૂબ જ ત્રાસ આપવામાં આવતો હતો. સાસરિયાઓએ મારા ભાઈ પાસેથી 10 લાખ રૂપિયા પણ લીધા હતા. સાસરિયાઓના ત્રાસથી ભાઈએ આ પગલું ભર્યું હશે તેવું તેની બહેનનું કહેવું છે.
આનંદની પત્ની નીલમ ક્યાં છે તેની હજુ કોઈ પણ માહિતી સામે આવી નથી. પડોશીઓનું કહેવું છે કે સોમવારના રોજ સવારે નીલમ ત્યાં આવી હતી અને ઘરને તાળું મારીને ત્યાંથી નીકળી ગઈ હતી. આ ઉપરાંત આનંદે વીડિયોમાં જણાવ્યું હતું કે તે તેની પત્નીના ત્રાસના કારણે આ પગલું ભરે છે. હાલમાં સમગ્ર ઘટનાને લઈને પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!
Be the first to comment