સોશિયલ મીડિયા પર દરરોજ ઘણા અવારનવાર કિસ્સાઓ વાયરલ થતા હોય છે. ત્યારે આજે આપણે ખેડા ગામના એક કિસ્સા વિશે વાત કરવાના છીએ. મિત્રો તમને જણાવી દઈએ કે, ખેડા ગામમાં રહેતા રામપ્રસાદ નામના વ્યક્તિને પાંચ દીકરીઓ છે. જે પૈકી તેમની સૌથી મોટી દીકરી શીલાના લગ્ન 1980માં રામપ્રકાશ નામના વ્યક્તિ સાથે થયા હતા.
ત્યારબાદ લગ્નની પ્રથમ વર્ષ ગાંઠા પછી શીલા વિધવા બની ગઈ હતી. આ ઘટના બનતા જ પરિવારમાં માતમ છવાઈ ગયો હતો. પછી શીલા પોતાના પિયરમાં જતી રહી હતી અને અહીં તેના પુના લગ્નની તૈયારીઓ ચાલી રહી હતી.
આ દરમિયાન શીલાના મોટાભાઈ કૈલાશનું બીમારીના કારણે મોત થયું હતું. આ ઘટના બન્યા બાદ શીલા ખૂબ જ દુઃખી રહેતી હતી. પછી તો તેને પોતાના પિતા સાથે ખેતરમાં કામ કરવાનું શરૂ કરી દીધું.
શીલા દિવસ રાત મહેનત કરીને પોતાનું ઘર ચલાવવા લાગી. પછી તો તેની ચાર બહેન અને એક નાના ભાઈ વિનોદના લગ્ન થઈ ગયા બાદ 1996માં શીલાના પિતાનું દુઃખદ અવસાન થયું હતું. તેના થોડાક સમય બાદ તેની માતાનું પણ અવસાન થઈ ગયું હતું. ત્યાર પછી શિલાએ 1997 માં એક ભેંસ ઉછેરી હતી.
પછી તે સાયકલ ચલાવતા શીખી ગયા ને સાયકલ પર દૂધ લઈને તે બહારગામ વેચવા જતી હતી. આ રીતે તે પરિવારને આર્થિક રીતે મદદ કરતી હતી. ધીમે ધીમે તેના દૂધની માંગ વધવા લાગી એટલે તેને વધુ ભેંસનો ઉછેર કર્યો. હાલમાં તેમની પાસે પાંચ ભેંસ છે અને દરરોજ 40 લીટરથી પણ વધારે દૂધનું ઉત્પાદન કરે છે.
આજે આ મહિલાની ઉંમર અંદાજે 65 વર્ષની છે. એટલે વધારે ઉંમર થઈ ગઈ છતાં પણ તે કામ કરે છે. ઉપરાંત તે કામ કરીને પોતાના પરિવારનું ધ્યાન રાખે છે અને પરિવારને આર્થિક રીતે મદદરૂપ બને છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહ
Be the first to comment