ગુજરાત રાજ્યમાં શાળાઓ ખુલવાને લઈને શિક્ષણમંત્રીએ આપ્યો આ સંકેત

Published on: 3:59 pm, Sun, 18 October 20

કોરોના મહામારી ને કારણે દેશમાં અનેક રાજ્યોમાં શાળાઓને જરૂરી દિશાનિર્દેશો સાથે કરી દેવામાં આવી છે પણ હજુ સુધી ગુજરાતમાં શાળાઓ ખોલવામા અંગે સરકાર દ્વારા કોઇપણ જાતનો નિર્ણય લેવામાં આવ્યો નથી. શિક્ષણ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમા અને સંચાલકોની બેઠકમાં શાળાઓ ખોલવા અંગે મોટો સંકેત સામે આવી રહ્યો છે. દિવાળી બાદ રાજ્યમાં શાળાઓ ફરીથી ખુલી શકે છે.મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમા અને શાળા સંચાલકો વચ્ચે શાળાઓને લઈને વેબીનારનું એક આયોજન કરવામાં આવ્યું હતું.

આ વેબીનારમાં ગુજરાતમાં શાળાઓ ખોલવાની છે મોટો સંકેત સામે આવ્યો છે.રાજ્યમાં ધોરણ 1 થી 5 સુધી ના બાળકો માટે દિવાળી પછી પણ શાળા ખુલશે નહીં. દિવાળી વેકેશન પછી ધોરણ 9 થી 12 ના વિદ્યાર્થીઓ માટે શાળાઓ શરૂ કરવામાં આવી શકે છે. આ ઉપરાંત ગ્રામ્ય ધોરણ 6 થી 8 નાના.

બાળકોની  છૂટઆપવા રાજ્ય સરકાર વિચારણા કરી રહી છે. દિવાળી વેકેશન સરકાર દ્વારા ટૂંકાવી દેવામાં આવ્યું છે. સ્વનિર્ભર શાળા સંચાલક મંડળના ઉપપ્રમુખ જતીન ભરાડે જણાવ્યું કે.

પહેલા ચરણમાં 9 થી 12 ની શાળાઓ શરૂ કરવામાં આવશે અને પછી સ્થિતિ કાબુમાં રહેશે તો નાના વર્ગો ખોલવા ચર્ચા કરવામાં આવશે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!