દારૂના નશામાં યુવકે વીજળીના થાંભલા પર ચડીને આખું ગામ માથે લીધું – જુઓ વિડિયો

101

આજકાલ નશાની હાલતમાં લોકો શું કરીને બેસે છે જે તેને જ ખબર રહેતી નથી ત્યારે એવો જ એક વીડિયો સોશિયલ મીડિયામાં ખૂબ જ વાયરલ થઇ રહ્યો છે.છોટા ઉદયપુરના સંખેડા જિલ્લામાં એક યુવકે નશાની હાલતમાં આખું ગામ માથે લીધું.

મળતી માહિતી મુજબ છોટાઉદેપુર જિલ્લાના સંખેડા તાલુકાના હાંડોદ ગામમાં એક યુવક નશાની હાલતમાં વીજળીના થાંભલા પર ચડી ગયો હતો. અને ત્યારબાદ એક કલાક સુધી ગામ માથે લીધું હતું.

ગામના લોકોએ તે યુવકને મનાવવાની ખૂબ જ કોશિશ કરી પરંતુ તે યુવક થાંભલા પરથી નીચે ઉતરવા તૈયાર જ હતો. જેને લઇને હાંડોદ ગામના સરપંચ વિશાલ પટેલે આ સમગ્ર ઘટનાને લઇને પોલીસ અને JEB ને જાણ કરી હતી.

ઘટનાની જાણ થતા પોલીસ અને વીજળી કંપનીના કર્મચારીઓ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી આવ્યા હતા અને ત્યારબાદ વીજળી કંપનીના કર્મચારીઓ દ્વારા વીજળી પ્રવાહ બંધ કરી દેવામાં આવ્યો હતો.

ત્યારબાદ પોલીસે વીજળીના થાંભલા પર ચડેલા યુવકને માંડ માંડ સમજાવીને નીચે ઉતાર્યો હતો. પોલીસ તપાસમાં જાણવા મળ્યું કે વીજળીના થાંભલા પર ચડેલો યુવક નશામાં હતો.

ત્યારબાદ પોલીસ નશામાં ધૂત વ્યક્તિને પોલીસ સ્ટેશન લઈ ગઈ અને આ મામલે વધુ તપાસ હાથ ધરી છે. આજકાલ નશાની હાલતમાં લોકો શું કરીને બેસે છે જે તેને જ ખબર રહેતી નથી ત્યારે એવો જ એક વીડિયો સોશિયલ મીડિયામાં ખૂબ જ વાયરલ થઇ રહ્યો છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!