આજકાલ અકસ્માતની ઘટનાઓ ખૂબ જ વધી ગઈ છે. ત્યારે હાલમાં બનેલી એક ગંભીર અકસ્માતની ઘટનાના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે. આ અકસ્માતની ઘટનામાં એક બસની અરફેરમાં આવતા એક વ્યક્તિનું કરુણ મૃત્યુ થયું છે અને 6 લોકો ઇજાગ્રસ્ત થયા છે. મળતી માહિતી અનુસાર બસ ચાલકે ઓટો અને બાઇક સવારને અડફેટમાં લીધા હતા.
સમગ્ર ઘટના નજીકમાં લાગેલા સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ હતી. સીસીટીવી ફૂટેજમાં તમે જોઈ શકો છો કે કેવી રીતે સિગ્નલ પર ઉભેલી ઓટો, બાઈક અને સ્કુટી સવારને બસ ચાલક અડફેટેમાં લે છે. જેના કારણે એક વ્યક્તિનું ઘટના સ્થળે કરુણ મૃત્યુ થયું હતું. આ અકસ્માતની ઘટના જબલપુરમાં બની હતી.
સમગ્ર ઘટનાને લઈને વિસ્તૃતમાં વાત કરીએ તો મેટ્રો બસ સવારે 11 વાગ્યાની આસપાસ અઘરતાલથી રાનીતાલા જવા માટે રવાના થઈ હતી. ત્યારે રસ્તામાં સિગ્નલ પાસે અચાનક જ બસના ડ્રાઇવરને હાર્ટ એટેક આવી ગયું હતું. જેના કારણે બસ બેકાબૂ બની ગઈ હતી અને સિગ્નલ પર ઉભેલા વાહનોને અડફેટમાં લીધા હતા.
આ અકસ્માતની ઘટનામાં છ લોકો ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા હતા. ઈજાગ્રસ્ત થયેલા લોકોને સારવાર માટે નજીકની હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા. અકસ્માતની ઘટનામાં બસ ચાલકનું હાર્ટ એટેક આવવાના કારણે ઘટના સ્થળે મોત થયું હતું. ઘટનાની માહિતી મળતા પોલીસ પોતાની ટીમ સાથે ઘટના સ્થળે પહોંચી આવી હતી.
મૃત્યુ પામેલા બસ ચાલકનું નામ હરદેવ હતું. પોલીસે તેમના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યું હતું. સમગ્ર ઘટના નજીકમાં લાગેલા સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ હતી. મળતી માહિતી અનુસાર આ ઘટનામાં 60 વર્ષે લડું પ્રસાદ ગોર નામના વ્યક્તિ ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા હતા.
ચાલુ બસે અચાનક ડ્રાઇવરને આવ્યું હાર્ટ એટેક, ત્યાર પછી તો કંઈક એવું થયું કે…જુઓ લાઈવ અકસ્માતનો વિડીયો… pic.twitter.com/lVCjVk3BZE
— GUJJU ROCKZ (@gujju_rockz) December 2, 2022
સાંજના સમયે સારવાર દરમિયાન હોસ્પિટલમાં તેમનું મૃત્યુ થયું હતું. તેમનું મૃત્યુ થતા જ પરિવારમાં માતમ છવાઈ ગયો હતો. હાલમાં આ સમગ્ર ઘટનાના સીસીટીવી ફૂટેજ સોશિયલ મીડિયા પર ખૂબ જ ઝડપથી વાઇરલ થઈ રહ્યા છે. વાયરલ થયેલા સીસીટીવી ફૂટેજ જોઈને ભલભલા લોકો ચોકી ઉઠ્યા છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો
Be the first to comment