હાલમાં બનેલી એક રૂવાટા ઉભા કરી દેનારી ઘટના સામે આવી છે. આ ઘટનામાં ઓરપાટ ઝડપે જઈ રહેલા એક ટ્રેલર ચાલકે બે ગાયને કચડી નાખી છે. જેના કારણે બંને ગાયોના ઘટના સ્થળે કરુણ મૃત્યુ નીપજ્યા હતા. આ સમગ્ર ઘટના નજીકમાં લાગેલા સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ હતી.
આ ઘટના છત્તીસગઢના જાંજગીર-ચંપા જિલ્લામાં રસ્તા પર બની હતી. હાલમાં આ ઘટનાના સીસીટીવી ફૂટેજ સોશિયલ મીડિયામાં ખૂબ જ વાયરલ થઈ રહ્યા છે. સીસીટીવી ફૂટેજ જોઈને ઘણા લોકો ભારે રોષમાં ભરાયા છે. આ ઘટના મંગળવાર-બુધવારની મધ્યરાત્રીની છે.
વીડિયોમાં તમે જોઈ શકો છો કે, કેટલીક ગાયો રસ્તા ઉપર બેઠેલી નજરે પડે છે. આ દરમિયાન ઝડપે જઈ રહેલા ટ્રેલર ચાલકે રસ્તા પર બેઠેલી બે ગાયોને કચડી નાખી હતી. આ ઘટનામાં બંને ગાયોના ઘટના સ્થળે કરુણ મૃત્યુ થયા હતા. સમગ્ર ઘટના નજીકમાં લાગેલા સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ હતી.
આ ઘટનાની જાણ બુધવારના રોજ સવારના સમયે લોકોને થઈ હતી. આ ઘટના બન્યા બાદ લોકો ભારે ગુસ્સામાં રહ્યા હતા. લોકોનું કહેવું છે કે, અમે આ મામલા પર ફરિયાદ કરશું. આ રીતે ગાયોને કચડી નાખવીએ ક્રૂરતા છે. ઘટનાના વાયરલ થયેલા સીસીટીવી ફૂટેજ જોઈને તમે જ કહો કે આવા નપાવટ લોકો સાથે શું કરવું જોઈએ.
પુરપાટ ઝડપે જઈ રહેલા ટ્રેલરે ચાલકે રસ્તા પર બેઠેલી બે ગાયોને કચડી નાખી, બંને ગાયોના મૃત્યુ – વીડિયો જોઈને તમે જ કહો નપાવટ સાથે શું કરવું જોઈએ… pic.twitter.com/nLNQ0wrlHJ
— GUJJU ROCKZ (@gujju_rockz) July 7, 2022
મળતી માહિતી અનુસાર ચંદ્રપુર પોલીસ સ્ટેશન વિસ્તારમાં બની હતી. હાલમાં આ વિડીયો સોશિયલ મીડિયામાં ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે. વાયરલ થયેલો વીડિયો જોઈને લોકો કોમેન્ટ બોક્ષમાં અલગ અલગ પ્રકારની પ્રતિક્રિયાઓ આપી રહ્યા છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો
Be the first to comment