આજકાલ અકસ્માતની ઘટનાઓ ખુબ જ વધી ગઈ છે. ત્યારે સંઘપ્રદેશ દમણમાં કોસ્ટલ હાઇવે પર બનેલી એક ગંભીર અકસ્માતની ઘટના સામે આવી છે. અહીં કાર અને બાઈક વચ્ચે ટક્કર થતાં ગંભીર અકસ્માત સર્જાયો હતો. અકસ્માતના પગલે બાઈક પર સવાર બે યુવકો પૈકી એક યુવકનું ઘટના સ્થળે પોતાનો જીવ ગુમાવ્યો હતો.
જ્યારે એક યુવક ઈજાગ્રસ્ત થયો હતો તેને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે. આ ગંભીર અકસ્માતની ઘટના નજીકમાં લાગેલા સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ હતી. આ ઘટનાના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે.
દમણમાં મંગળવારના રોજ કોસ્ટલ હાઇવે પર આવેલી ગ્લોબલ કંપની સામે એક બાઈક પર સવાર 2 યુવકો રોગ સાઇડમાં રસ્તો ક્રોસ કરી રહ્યા હતા. આ દરમિયાન પૂરપાટ ઝડપે સામેથી DD 03 X 0087 નંબરની કાર આવી રહી હતી. બાઈક ચાલકને કંઇ સમજાય તે પહેલા તો રોંગ સાઇડથી આવી રહેલા બાઈકને કાર્ય અડફેટેમાં લીધી હતી.
કાર અને બાઈક વચ્ચે ટક્કર એટલી જોરદાર હતી કે બાઈક સવાર બંને યુવકો ફંગોળાઈને દૂર થઈને પડયા હતા. અકસ્માતના પગલે એક યુવકનું ઘટનાસ્થળે કરુણ મૃત્યુ નીપજયું હતું. જ્યારે અન્ય એક યુવકને ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયો હતો તેને 108ની મદદથી સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો.
ઘટનાની જાણ થતાં દમણ પોલીસ ઘટનાસ્થળે પહોંચી આવી હતી. સમગ્ર ઘટનાને લઈને પોલીસે મૃતક બાળકીના મૃતદેહને કબજે લઇને પોસ્ટ મોર્ટમ અર્થે સરકારી હોસ્પિટલમાં મોકલી આપ્યું છે. પોલીસે આ સમગ્ર ઘટનાને લઇને અકસ્માતનો ગુનો નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.
રોંગ સાઈડમાં જતી બાઈકને કારચાલકે લગાવી જબરદસ્ત ટક્કર, એક યુવકનું મૃત્યુ – વિડીયો જોઈને તમે જ કહો આમાં ભૂલ કોની? pic.twitter.com/5lR0g48ahT
— GUJJU ROCKZ (@gujju_rockz) June 8, 2022
અકસ્માતના પગલે ઘટના સ્થળે મોટી સંખ્યામાં લોકો એકઠા થઇ ગયા હતા. અકસ્માતની ઘટનામાં કારમાં સવાર લોકોને કોઇપણ પ્રકારની ઈજા પહોંચી નથી. આ ઘટનાના સીસીટીવી ફૂટેજ જોઈને તમે જ કહો કે કોની ભૂલના કારણે આ ગંભીર અકસ્માત સર્જાયો છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!
Be the first to comment