આજના યુગમાં દરેક ક્ષેત્રમાં છોકરાઓની જેમ છોકરીઓ પણ આગળ ધપ વધી રહી છે. અને ઓપન ક્ષેત્રમાં દીકરીઓ પોતાની આગવી ઓળખ મેળવીને તને માતા-પિતાનું નામ રોશન કરતી હોય છે. અને સમાજમાં એક નવી ઓળખ ઊભી કરતી હોય છે. ત્યારે આવા અવનવા કિસ્સાઓ સામે આવતા હોય છે. કે જેમાં દીકરીઓ તેના પરિવારનો અને સમાજનું નામ રોશન કરતી હોય છે.
આવો જ એક કિસ્સો ભુજ તાલુકાના મીરઝાપર ગામમાંથી સામે આવ્યો છે .કચ્છમાં એક દીકરીએ બીએસએફમાં જોડાવા માટે તેમના પરિવારને જાણ કર્યા વગર ફોર્મ ભર્યું હતું, જે અચરજ નવાઈ ફરી વાત કહેવાય. આ દીકરીનું સપનું હતું કે દેશની સેવા કરવી તેથી તેણે બીએસએફના પસંદગી થાય તે માટે ઉત્તમ તાલીમ મેળવી.
વિશે વાત કરીએ તો આ દીકરીએ તેના પરિવારને જાણ કર્યા વગર બીએસએફ નું ફોર્મ ભરી અને એ પરીક્ષામાં ઉત્તીર્ણ થાય તે માટે તાલીમ મેળવી જેનો આજે પરિણામ હતા. તે યુવતી રાજસ્થાન ડ્યુટી પર હાજર રહીને દેશ સેવા કરવાનું તેનું સપનું પૂર્ણ કર્યો. આ દીકરીએ બીએસએફમાં પસંદગી પામીને તેમના પરિવારનું અને કચ્છ જિલ્લાનું ગૌરવ વધાર્યું ત્યારે આ દીકરીને જોઇને કહી શકાય કે આજે મહિલાઓ પણ દરેક ક્ષેત્ર આગળ છે, અને બીજી મહિલાઓને પણ પ્રેરણા મળે.
જ્યારે પણ આવી સરકારી ભરતી માટેના ફોર્મ બહાર પડે છે. ત્યારે મોટી સંખ્યામાં યુવા ફોર્મ ભરીને તૈયારી કરતા હોય છે. ત્યારે તેમાંથી દીકરીઓ પણ મોટી સંખ્યામાં જોવા મળે છે. અને સાબિત કરી બતાવે છે કે દીકરીઓ પણ દીકરાથી કમ નથી. વિસ્તૃતમાં વાત કરીએ તો આ દીકરીનું નામ ઉર્વશી છે, જે 23 વર્ષીય છે, અને તેમના પિતાનું નામ શંકર પુરી સેવા પુરી ગોસ્વામી છે. જેઓ સામાન્ય પરિવારમાંથી આવે છે.
ત્યારે તેમણે તેમની દીકરી ના વખાણ કરતાં કહ્યું કે અમારા પરિવારમાં સૌથી પહેલી દીકરી એવી છે કે જેણે બીએસએફ માં જોડાય અને અમારો નામ રોશન કર્યું એણે તો અમને જાણ પણ કરી ન હતી કે મેં બીએસએફ માં ફોર્મ ભર્યું છે. ખાલી એવી જાણકારી હતી કે ખાલી સરકારી નોકરી નું ફોર્મ ભર્યું છે.
ત્યારે જ્યારે તે લેખિત અને પ્રેક્ટિકલ પરીક્ષા પૂર્ણ કરીને આવી ત્યારબાદ તેણે ઘરમાં જાણકારી. ઉર્વશીએ તેની પંજાબ ખાતે એક વર્ષની તાલીમ પૂર્ણ કરી ઘરે પરત આવી ત્યારે તેને પહેલું પોસ્ટિંગ રાજસ્થાન મળ્યો, અત્યારે કહી શકાય કે કચ્છ અને ગુજરાત ની દીકરીઓ મોટાભાગે લશ્કરી દળોમાં જોડાતી નથી.
પરંતુ ઉર્વશી એ સાબિત કરી બતાવ્યું કે આજે ના યુગમાં દીકરીઓ પણ દરેક ક્ષેત્રમાં આગળ ધપ છે, અને ઉર્વશી જેવી અન્ય યુવતીઓ પણ પ્રેરણા લે એવું ઉર્વશી ઈચ્છે છે. આજના યુગમાં યુવા પેઢી સરકારી ભરતી માટે તનતોડ મહેનત કરે છે, અને પોતાની આગવી ઓળખ ઊભી થાય તે માટે અને મમ્મી પપ્પા નું નામ રોશન થાય એવા કાર્ય કરે છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!
Be the first to comment