હૈ મારા રામ..! ઘરની બહાર દોડતી આવતી દીકરી પર કુતરા એવા બટકા ભર્યા કે હાથ તોડી નાખ્યો, જુઓ વિડિયો

Published on: 1:05 pm, Sun, 5 February 23

તાજેતરમાં જ બનેલા શ્વાન ના હુમલાને કારણે વરાછા વિસ્તારની એક માસુમ દિકરીના ગાલ ઉપર પ્લાસ્ટિક સર્જરી કરાવી પડી હતી ત્યારથી તંત્ર એલર્ટ થઈ ગયું છતાં પણ હાલ એવા કિસ્સાઓ સામે આવે છે જેમાં બાળકોને શ્વાન દ્વારા કરડવાની ઘટના બને છે આ શ્વાનો ના હુમલા ને લઈને રહીશોમાં ભયનો માહોલ સર્જાયો છે.

ત્યારે હજુ પણ તંત્ર દ્વારા અમુક ચૂક રહી ગઈ હોય ત્યારે હજુ શ્વાનોના હુમલાને ઘટના બને છે. હાલ સુરતમાં વેડ રોડ વિસ્તારમાં આવેલા ઈંટ વાળા ફળિયામાં એક શ્વાનનો આંતક સામે આવ્યો છે. જેમાં ઈંટ વાળા ફળિયામાં જ્યારે બાળકી ત્યાંથી પસાર થઈ હતી.

ત્યારે એક જ આવી બાળકી પર હુમલો કર્યો હતો અને ગંભીર રીતે શ્વાને કરડી લીધું હતું. સમગ્ર ઘટનાની જાણ થતા આસપાસના લોકો ત્યાં દોડી આવ્યા હતા અને માસુમને છોડાવી હતી. વેડરોડ વિસ્તારમાં કુતરાએ બાળકીના હાથમાં અને પગમાં કરડી લીધુ હોવાના સમગ્ર દ્રશ્યો સીસીટીવી માં કેદી થઈ ગયા હતા

અને તેમાં સ્પષ્ટ દેખાય છે કે શ્વાન જ્યારે ત્યાંથી પસાર થઈ રહ્યો હતો ત્યારે બાળકી સામેથી દોડતી દોડતી આવી રહી હતી અને શ્વાનની નજર જેવી તેનાં પર પડી કે તરત તેના પર હુમલો કરવા લાગ્યો હતો. બાળકીને હાથ અને પગમાં બચકા ભરી લેતા બાળકીની હાલત ગંભીર થઈ છે.

આ ઘટનામાં બાળકી એ જ્યારે બુમાબૂમ કરે ત્યારે આસપાસના લોકો ત્યાં દોડી આવ્યા હતા અને શ્વાન દ્વારા બાળકી ઉપર હુમલો કરવામાં આવ્યો હતો ત્યારે બાળકીને શ્વાનનાં હુમલા માંથી બચાવવામાં આવી હતી.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો