હાલમાં બનેલી એક દુઃખદ ઘટના સામે આવી છે. આ ઘટનામાં એક હોસ્પિટલની બહાર 4 વર્ષનો બાળક માતાના ખોળામાં જ મૃત્યુ પામ્યો હતો. આ ઘટના બનતા જ ચારેય બાજુ માતમ છવાઈ ગયો હતો. સમગ્ર ઘટનાને લઈને બાળકના પિતાનો આરોપ છે કે, તેને અને તેની પત્નીએ બે કલાકથી ડોક્ટરને આજીજી કરી રહ્યા હતા. પરંતુ ડોક્ટર કહેતો હતો કે 50000 રૂપિયા જમા નહીં કરાવો ત્યાં સુધી બાળકને એડમીટ નહીં કરું.
હોસ્પિટલના ગેટ પાસે બાળકના મૃતદેહને ગળે વળગાડીને માતા રડી રહી હતી. આ દ્રશ્ય જોઈને ત્યાં આસપાસ ઉભેલા લોકો રડી પડ્યા હતા. આ ઘટનાનો એક વિડીયો હાલમાં સોશિયલ મીડિયામાં ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે. મિત્રો આ ઘટના યુપીના પ્રયાગરાજમાં બની હતી. મળતી માહિતી અનુસાર એક માતા પિતા પોતાના 4 વર્ષના દીકરાને લઈને બપોરે ત્રણ વાગ્યાની આસપાસ પ્રાચી હોસ્પિટલ પહોંચીયા હતા.
અહીં દીકરાની માતા રડતા રડતા ડોક્ટરને આજીજી કરી રહી હતી. માતા રડતા રડતા કહેતી હતી કે, “ડોક્ટર સાહેબ, મારા દીકરાને બચાવી લ્યો… તેને હોસ્પિટલમાં એડમિટ કરી લો… ત્યારે હોસ્પિટલના ડોક્ટરો કરી રહ્યા હતા કે પૈસા જમા કરાવશો તો જ બાળકને એડમિટ કરવામાં આવશે. ડોક્ટર હોય બાળકની સ્થિતિ ગંભીરતાથી ન લીધી અંતે બાળકનું હોસ્પિટલની બહાર માતાના ખોળામાં જ મૃત્યુ થયું હતું.
મળતી માહિતી અનુસાર પાંચ દિવસ પહેલા અચાનક જ બાળક ની તબિયત બગડી ગઈ હતી. મળતી માહિતી અનુસાર અગાઉ પણ બાળકને હોસ્પિટલમાં એડમિટ કરવામાં આવ્યો હતો. પરંતુ તેની તબિયત વધુ બગડતા તેને એમ્બ્યુલન્સના મારફતે પ્રાચી હોસ્પિટલમાં રીફર કરવામાં આવ્યો હતો. ત્યારે રસ્તામાં એમ્બ્યુલન્સ નો ડ્રાઇવર બાળકના પિતા પાસેથી ₹2,000 માંગે છે.
માત્ર આટલા રૂપિયા માટે ડોક્ટરે બાળકને હોસ્પિટલમાં એડમિટ ના કર્યો, હોસ્પિટલની બહાર જ માતાના ખોળામાં બાળકનું કરુણ મૃત્યુ… લાચાર માતાનો વિડીયો જોઈને રડી પડશે… pic.twitter.com/CGT1kLfkuE
— GUJJU ROCKZ (@gujju_rockz) September 18, 2022
આ સમયે બાળકના પિતા પાસે પૈસા ન હતા તેથી પિતાએ પૈસા નથી તેમ કીધું હતું. પછી એમ્બ્યુલન્સના ડ્રાઇવર એ બાળક અને તેના માતા પિતાને રસ્તા ઉપર જ છોડી દીધા હતા. ત્યાર પછી તેઓ ગમે તેમ કરીને હોસ્પિટલ પહોંચ્યા હતા. ત્યારે હોસ્પિટલમાં બાળકના પિતાને ડોક્ટરે કહ્યું કે, તમારી પાસે પૈસા છે કે નહીં, ક્યારે બાળકના પિતાએ કહ્યું કે મારી પાસે થોડા રૂપિયા છે. ત્યારબાદ ડોક્ટર ત્યાંથી ચાલ્યો ગયો હતો.
ઘણો બધો સમય થઈ ગયો ત્યારબાદ બાળકના માતા પિતા બાળકને હોસ્પિટલમાં દાખલ કરવા માટે આજીજી કરી રહ્યા હતા. ત્યારે હોસ્પિટલના સ્ટાફ અને ડોક્ટર દ્વારા કહેવામાં આવ્યું કે 50000 રૂપિયા જમા કરાવો પછી જ બાળકને એડમિટ કરવામાં આવશે. આમ સમય જતો રહ્યો અને જોત જોતામાં હોસ્પિટલની બહાર જ માતાના ખોળામાં બાળકનું મૃત્યુ થયું. હાલમાં આ ઘટનાનો વિડીયો સોશિયલ મીડિયામાં ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો
Be the first to comment