ભારતના આ 30 લાખ લોકોને કેન્દ્રની મોદી સરકારે આપી દિવાળી ભેટ,જાણો કઈ તારીખ સુધીમાં મળશે…

Published on: 5:34 pm, Wed, 21 October 20

કેન્દ્રીય કર્મચારીઓને સરકારની જાહેરાત ની રાહ હતી તે મોદી સરકારે કરી દીધી છે. કેન્દ્રીય કેબિનેટે નાણાકીય વર્ષ 2019-20 માટે પ્રોડક્ટિવિટી અને નોન પ્રોડકટીવીટી લીંકડ બોનસ ને મંજૂરી આપી છે. સરકારની આ જાહેરાતથી 30 લાખ 67 હજાર નોન ગેઝેટેડ સરકારી અધિકારીઓ અને કર્મચારીઓને ફાયદો થશે. બોનસ કર્મચારીઓના ખાતામાં સીધી જમા કરવામાં આવશે.કેન્દ્રીય મંત્રી પ્રકાશ જાવડેકરે કેબિનેટના નિર્ણયની જાણકારી આપતા કહ્યું કે.

દશેરા કે દુર્ગા પૂજા પહેલા કેન્દ્ર સરકારના 30 લાખ કર્મચારીઓને 3737 કરોડ રૂપિયાના બોનસની ચૂકવણી શરૂ કરવામાં આવશે. કેન્દ્રીય કેબિનેટે જમ્મુ-કાશ્મીરને લઇને મોટો નિર્ણય લીધો છે. જે મુજબ જમ્મુ અને કાશ્મીરની પંચાયતીરાજ એક્ટ, 1989 ને સ્વીકૃતિ આપવામાં આવી છે.

જલ કલ્યાણ ના અનેક કાનૂન ભારતમાં હોવા છતાં જમ્મુ-કાશ્મીરમાં લાગુ થતા ન હતા. આજે આ નિર્ણય થી છેવાડાના માનવી ને લાભ થશે. આ લાભ કાશ્મીરની પ્રજાને પણ મળી શકે છે.

કોરોના ના કારણે કેટલાક કર્મચારીઓને કેટલાક મંજૂરી વગર કરતા લોકો નો ધંધો પડી ભાંગ્યો હતો. નરેન્દ્ર મોદીના આ જાહેરાતને કારણે જે લોકોને ઘણો લાભ મળશે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!