માનતા પૂરી કરીને ઘરે પરત ફરી રહેલા શ્રદ્ધાળુઓને રસ્તામાં નડ્યો અકસ્માત, ટ્રેક્ટર-ટ્રોલી તળાવમાં ખાબકતા 14 બાળકો સહિત 27 શ્રદ્ધાળુઓના કરુણ મૃત્યુ…

Published on: 12:56 pm, Mon, 3 October 22

હાલમાં બનેલી એક મોટી દુર્ઘટના સામે આવી છે. આ ઘટનામાં શ્રદ્ધાળુઓથી ભરેલું એક ટ્રેક્ટર ટ્રોલી તળાવમાં પલટી ખાઈ જતા 27 શ્રદ્ધાળુઓના મૃત્યુ નીપજ્યા છે. આ ઘટના ઉત્તર પ્રદેશના કાનપુરના ઘાટમપુરમાં શનિવારના રોજ રાત્રે બની હતી. જ્યારે ઘટનામાં 10 થી વધુ લોકો ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા છે. ઘટનાની માહિતી મળતા આસપાસના ગામના લોકો અને પોલીસ ઘટના સ્થળે પહોંચી આવી હતી.

પોલીસે ગામના લોકોની મદદ થી બચાવવાની કામગીરી શરૂ કરી દીધી હતી. મળતી માહિતી અનુસાર જાણવા મળી રહ્યું છે કે તમામ ભક્તો ઉન્નાવના ચંદ્રિકા દેવી મંદિરમાં દર્શન કરવા ગયા હતા અને મુંડન કરવાની માનતા કરીને પરત ફરી રહ્યા હતા. લગભગ ટ્રેક્ટરની ટ્રોલીમાં 40 જેટલા મુસાફરો સવાર હતા.

શ્રદ્ધાળુઓ પરત ફરી રહ્યા હતા ત્યારે સાદા અને ગંભીરપુર ગામ વચ્ચેના રોડની બાજુમાં તળાવમાં ટ્રોલી પલટી ખાઈ ગઈ હતી. જેના કારણે મોડી રાત્રે મોટી દુર્ઘટના બની હતી. આ ઘટના બન્યા બાદ આસપાસના લોકો અને પોલીસની ટીમ ઘટના સ્થળે પહોંચી આવી હતી. મોડી રાત્રે 19 જેટલા લોકોના મૃતદેહને બહાર કાઢ્યા હતા.

મળતી માહિતી અનુસાર આ ઘટનામાં અત્યાર સુધીમાં 27 જેટલા લોકોના મૃત્યુ નીપજ્યા છે. આ સમગ્ર ઘટનાને લઈને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પણ પોતાનું દુઃખ વ્યક્ત કર્યું છે. ઇજાગ્રસ્ત લોકોને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. સમગ્ર ઘટનાને લઈને મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે પણ પોતાનો દુઃખ વ્યક્ત કર્યું હતું.

મૃત્યુ પામેલા લોકોના નજીકના સંબંધીઓને 2 લાખ રૂપિયા અને ઈજાગ્રસ્ત થયેલા લોકોને 50000 રૂપિયા આપવાની જાહેરાત કરી છે. આ ઘટનામાં 14 બાળકો સહિત 27 શ્રદ્ધાળુઓના મૃત્યુ નીપજ્યા છે. મળતી માહિતી અનુસાર રસ્તાની બાજુમાં આવેલા તળાવ પાસે ટ્રેક્ટર અને ટ્રોલી અચાનક બેકાબૂ બની ગયા હતા.

જેના કારણે ટ્રોલી ટ્રેક્ટર સાથે તળાવમાં પલટી ખાઈ ગઈ હતી. મળતી માહિતી અનુસાર રાજુ નામનો વ્યક્તિ તેના બાળકની મુંડન કરાવવાની માનતા પૂરી કરવા સંબંધીઓ સાથે ચંદ્રિકા દેવી મંદિરે ગયો હતો. અકસ્માતની ઘટના બની ત્યારે રાજુ ટ્રેક્ટર ચલાવતો હતો. હાલમાં સમગ્ર ઘટનાને લઈને પોલીસ કાર્યવાહી કરી રહી છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો