આ બાળકે માછલી પકડવા માટે કર્યો એવો દેશી જુગાડ કે – વિડીયો જોઈને તમે પણ બાળકના વખાણ કરશો…

Published on: 10:21 am, Sun, 3 April 22

સોશિયલ મીડિયા પર તમે ઘણા વાયરલ વિડીયો જોયા હશે. સોશિયલ મીડિયામાં કેટલાક એવા વિડિયો પણ તમે જોયા છે જેને જોઈને તમને હસવું આવી જતું હોય છે. અથવા તો કેટલાક વિડિયો તો તમને રડાવી દેતા હોય છે. આ ઉપરાંત તમે સોશિયલ મીડિયામાં ઘણા એવા ખતરનાક વિડીયો જોયા હશે જેને જોઈને તમારો શ્વાસ પણ અઘ્ધર થઈ જતો હોય છે.

તમે સોશિયલ મીડિયામાં ઘણા દેશી જુગાડના અવારનવાર ઓડિયો જોયા હશે. દેશી જુગાડમાં આપણા દેશના લોકો બધાને પાછળ પાડી દે છે. આપણા દેશના લોકો પોતાનું કામ સરળ બનાવવા માટે અવારનવાર દેશી જુગાડ અપનાવતા હોય છે.

અમુક વખત તું તમે ઘણા એવા દેશીજુગાડ જોયા હશે જેને જોઈને તમે પણ આશ્ચર્યચકિત થઈ ગયા હશો. ત્યારે હાલમાં સોશિયલ મીડિયામાં એક બાળકે બનાવેલા દેશી જુગાડનો વિડીયો ખૂબ જ વાયરલ થઇ રહ્યો છે. વાયરલ થઇ રહેલા વીડિયોમાં તમે જોઈ શકો છો કે, એક નાનકડો બાળક પોતાના બનાવેલા દેશી જુગાડથી અનોખા અંદાજમાં માછલી પકડતો જોવા મળી રહ્યો છે.

બાળકે બેલ લાકડાઓ અને પતંગની ફિરકીથી માછલી પકડવા માટેનો જબરદસ્ત દેશી જુગાડ બનાવ્યો છે. વાઈરલ થઈ રહેલા વીડિયોમાં તમે જોઈ શકો છો કે એક બાળક નદી કિનારે આવે છે. ત્યારબાદ માછલી પકડવા માટે બનાવેલો દેશી જુગાડ નદીના કિનારે ફીટ કરે છે.

ત્યારબાદ માછલી પકડવા માટે તે ખોરાક લાવ્યો હોય છે તે દોરડા સાથે બાંધીને પાણીમાં ફેંકી દે છે. બાળક થોડીક વાર રાહ જુએ છે અને અંતમાં બાળકના હાથમાં બે માછલીઓ ફસાઈ જાય છે. ત્યાર બાદ બાળક બંને માછલીઓને લઈને ઘરે ચાલ્યો જાય છે.

વાયરલ થયેલો આ વિડીયો ટ્વિટરમાં Anand Mahindraએ પોતાના ટ્વિટર એકાઉન્ટમાં શેર કરીને બાળકને ખૂબ જ વખાણ કર્યા છે. આ વીડિયો અત્યાર સુધીમાં 1.2 મિલિયન લોકોએ જોયો છે. આ ઉપરાંત 84 હજારથી પણ વધારે લોકોએ વિડિયોને પસંદ કર્યો છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Be the first to comment on "આ બાળકે માછલી પકડવા માટે કર્યો એવો દેશી જુગાડ કે – વિડીયો જોઈને તમે પણ બાળકના વખાણ કરશો…"

Leave a comment

Your email address will not be published.


*