આજે આપણે એક એવા દુઃખદ સમાચાર વિશે વાત કરવા જઈ રહ્યા છીએ કે હરિધામ સોખડા ખાતે આવેલું સ્વામિનારાયણ મંદિર કે જ્યાં ગઈ કાલે ગુણાતીત સ્વામીનું મૃત્યુ થયું હતું. પરંતુ આ મૃત્યુ કયા કારણોસર થયું એ જાણવાના પ્રયાસો હરિભક્તો દ્વારા કરવામાં આવી રહ્યા છે. ત્યારે લોકો દ્વારા પણ જણાવવામાં આવ્યું છે કે આ જીવ લેવાની ઘટના હોઈ શકે કે પછી તેમની પોતાનો જીવ ટૂંકાવી લીધો હશે અથવા તો હાર્ટ એટેક પણ આવ્યો હશે.
ત્યારે આવા અનેક સવાલોનાં જવાબ પોલીસ તપાસ બાદ જ ખુલાસો થશે. પોલીસ તપાસમાં જાણવા મળ્યું હતું કે ગુણાતીતાનંદ સ્વામીએ ગળેફાંસો ખાઈને પોતાનું જીવન ટૂંકાવ્યું હતું. તેમના વિશે વાત કરીએ તો ગઈકાલે 27 એપ્રિલે સાંજે 7:15 વચ્ચે પોતાની રૂમની અંદર જઈને પોતાનું જીવન ટૂંકાવ્યું હતું. અને પોતાનું જીવન ટુંકાવ્યું, ત્યારે તે પોતાના રૂમમાં કડા પર લટકીને ગળેફાંસો ખાઈ લીધો હતો, તેવું પોલીસ તપાસમાં બહાર આવ્યું છે.
મળતી માહિતી મુજબ ગુણાતીતાનંદ સ્વામીએ પોતાના શરીરના વસ્ત્રોના કાતરીયાથી ગળેફાંસો ખાઈને જીવન ટૂંકાવ્યું હતું એવો ખુલાસો થયો છે. પોલીસ તપાસમાં સ્વામીનું કાતરિયું, મોબાઈલ ફોન કબ્જે લીધા અને રૂમની બહારના સીસીટીવી ફૂટેજ પણ તેમણે કબજે કર્યા છે. અત્યારે જાણવાનું એ રહ્યું કે કયા કારણોસર ગુણાતીત સ્વામીએ ગળેફાંસો ખાઈને જીવન ટૂંકાવ્યું હતું.
એવામાં અમે તમને જણાવી દઈએ કે ગુણાતીત સ્વામી ઘણા મહિનાઓથી ડિપ્રેશનમાં હતા અને અનેક વખત ભગવા વસ્ત્રો ત્યાગી સાંસારિક જીવનમાં પાછા ફરવાનો પણ વિચાર કર્યા કરતા હતા. તેવામાં વધુ તપાસ પોલીસ દ્વારા કરવામાં આવી ત્યારે સાંભળવા મળ્યું કે તેઓ કોઈ ડિપ્રેશનમાં હતા. અને પોલીસે તો પ્રભુપ્રિય સ્વામી ગુણાતીત સ્વામીના પરિવારજનોને લઈને સ્વામિનારાયણ મંદિરના સેવકોની પણ પૂછપરછ કરવામાં આવી.
ત્યારે આ કાવતરું કઈ રીતે કઈ દિશામાં છે એની પણ પોલીસ તપાસ કરી રહી છે. અને ગુણાતીત સ્વામી નાં મૃત્યુ પાછળનું કારણજાણવા પોલીસે ચક્રો ગતીમાન ચાલું કર્યા છે. હાલ તો પોલીસ સમક્ષ પ્રભુ પ્રિય સ્વામી એ લૂલો બચાવ કરતાં જણાવ્યું હતું કે ગુણાતીત સ્વામીના પરિવારજનોના કહેવા પ્રમાણે આ વખતની વાત પોલીસે છુપાવી હતી અને અંતે રજૂઆત બાદ પોલીસે અટકાવી હતી.
હાલ તેમના મૃતદેહને પોસ્ટ મોર્ટમ ખાતે ખસેડવામાં આવ્યો હતો ત્યારબાદ હરિભક્તોએ આ મૃત્યુ અંગે શંકા વ્યક્ત કરતા ડીએસપીની રજૂઆત પણ કરી છે એવામાં તો પોલીસની ટીમ અંતિમ ક્રિયાના સ્થળે પહોંચી ગઈ અને સમગ્ર મિસરમાં એસ.એસ.જી હોસ્પિટલ ના સંત ગુણાતીત સ્વામીનું પોસ્ટમોર્ટમ કરવામાં આવશે અને મૃત્યુનું કારણ બહાર લાવવાના પ્રયાસો ચાલી રહ્યા છે.
અત્યારે એવા સવાલો પણ થઈ રહ્યા છે કે શું ગુણાતીત સ્વામી એ પોતે જ પોતાનું જીવન ટૂંકાવ્યું હોય તેવું બની શકે પછી કોઈ દ્વારા આવું કાર્ય કરવામાં આવ્યું છે એ જાણવું રહ્યું એટલું જ નહિ પરંતુ તેમના તમામ રિપોર્ટ સુરત ખાતે મોકલવામાં આવશે અને તેમના પાર્થિવ દેહને પણ સોખડા ખાતે લઈ જવામાં આવ્યો હતો અને તેમની અંતિમવિધિ કરાઈ હતી.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!
Be the first to comment