સુરતમાં બનેલી એક દુખદ ઘટના સામે આવી રહી છે. સુરત શહેરના સચિન જીઆઇડીસી વિસ્તારમાં એક 8 વર્ષના બાળકનું તળાવમાં ડૂબી જવાના કારણે મોત થયું છે. બાળકનું મોત થતા જ પરિવાર ઉપર દુઃખનો પહાડી તૂટી પડ્યો હતો. જાણવા મળી રહ્યું છે કે બાળક પોતાના બાળમિત્રો સાથે રમવા માટે બહાર નીકળ્યો હતો.
આ દરમિયાન બાળક પોતાના બાળમિત્રો સાથે કંસાડ ગામ પાસે આવેલા તળાવમાં ન્હાવા માટે પડ્યો હતો. આ દરમિયાન આઠ વર્ષનો બાળક પાણીમાં ડૂબી ગયો હતો અને તેનું મોત થયું હતું. બર્થ ડે ના બીજા દિવસે જ દીકરાનું મોત થતા ખેલતા પરિવારમાં માતમ છવાઈ ગયો છે.
સમગ્ર ઘટનાને લઈને વિગતવાર વાત કરીએ તો, મૂળ ઝારખંડમાં આવેલ છતારા જિલ્લાના કુંભારી ગામના ધીરજકુમાર સિંગ નામનો યુવક પોતાના પરિવાર સાથે સુરતના સચિન વિસ્તારમાં આવેલા માધવ દીપ એપાર્ટમેન્ટમાં રહે છે. ધીરજકુમાર કારખાનામાં કામ કરીને પોતાના પરિવારનું ગુજરાન ચલાવે છે.
તેને સંતાનમાં બે દીકરાઓ છે. જેમાં ધીરજકુમારનો નાનો દીકરો નિતીશ ધોરણ ત્રણમાં અભ્યાસ કરે છે. 11 સપ્ટેમ્બરના રોજ નીતીશનો બર્થ ડે હતો. પરિવારના સભ્યોએ દીકરાની બર્થ ડે ધામધૂમથી ઉજવવી હતી. ગઈકાલે નીતીશ સ્કૂલે ગયો ન હતો. સાંજના સમયે તે ઘરની બહાર પોતાના બાળમિત્રો સાથે રમવા માટે નીકળ્યો હતો.
રમતા રમતા તે કંસાડ ગામ પાસે આવેલા તળાવ પાસે પહોંચ્યો હતો. અહીં તે પોતાના બાળમિત્રો સાથે તળાવમાં ન્હાવા માટે પડ્યો હતો. આ દરમિયાન નીતીશ પાણીમાં ડૂબા લાગ્યો હતો. જેથી તેના મિત્રોએ ગુમાબૂબ કરી હતી. આ ઘટના બનતા જ આસપાસના લોકો ત્યાં દોડીએ આવ્યા હતા.
પછી બાળકને પાણીમાંથી બહાર કાઢીને આ વાતની જાણ 108ની ટીમને કરવામાં આવી હતી. ત્યારબાદ ઘટના સ્થળે પહોંચેલી 108 ની ટીમે બાળકની તપાસ કર્યા બાદ તેને મૃત જાહેર કર્યો હતો. આ ઘટનાની જાણ થતા જ બાળકના પરિવારના સભ્યો ઘટના સ્થળે દોડી આવ્યા હતા. દીકરાનું મૃતદેહ જોઈને પરિવારના સભ્યોએ હૈયાફાટ રૂદન કર્યું હતું.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો
Be the first to comment