આજકાલ સોશિયલ મીડિયા પર અકસ્માતની ઘટનાઓના કિસ્સાઓ ખૂબ જ સામે આવી રહ્યા છે. જેમાં ઘણી વખત એવા અકસ્માતો સર્જાય છે જેને જોઈને આપણે ચોકી જઈએ છીએ. ઘણા અકસ્માતમાં લોકોને કરંટ લાગવાથી લોકો મૃત્યુ પણ પામે છે. આવો જ એક કિસ્સો જામનગર શહેરમાંથી સામે આવ્યો છે.
જામનગર શહેરના નાગનાથ ગેટ પાસે આવેલા એક વીજ થાંભલા પાસે લઘુ શંકા કરવા ઉભેલા યુવાનને અચાનક થાંભલા માંથી શોર્ટ લાગતા ગંભીર હાલતમાં હોસ્પિટલ ખસેડાયો હતો. હોસ્પિટલ લઈ ગયા બાદ ત્યાંના તબીબીઓએ તેને મૃત જાહેર કર્યો હતો. હોસ્પિટલમાં તેનું મૃત્યુ નીપજતા વીજ કંપનીના અધિકારીઓએ આ વિસ્તારમાં દોડી જઈ તપાસ હાથ ધરી છે.
વીજ અધિકારીઓએ આ વિસ્તારમાં દોડી જાય પાવર સપ્લાય બંધ કરાવ્યો. યુવાનના અકાળે મોતથી વિસ્તારમાં ભારે રોષની લાગણી ફેલાઇ છે. વિગતવાર જાણીએ તો જામનગર શહેરના નાગનાથ ગેટ આવેલ તાજ હોટેલ નજીક રજાક રફીકભાઈ આમરણીયા નામનો યુવાન જે લઘુશંકા કરવા જતો હતો.
તે દરમિયાન વીજ થાંભલા પાસે યુવાનને વીજ શોર્ટ લાગ્યો હતો. ત્યારબાદ સ્થાનિક લોકો દ્વારા 108 એમ્બ્યુલન્સ મારફતે જી.જી હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. ત્યારબાદ સરકારી જી.જી. હોસ્પિટલ ના ડોક્ટરોએ યુવાનનુ મૃત્યુ થયું હોય એવી જાહેરાત કરી હતી.
દરબારગઢ વિભાગીય પીજીવીસીએલ કચેરીના અધિકારી એસ.જી. પરમાર તથા ટીમ ઘટના સ્થળે પહોંચીને તે વિસ્તારની પાવર લાઈન બંધ કરી દેવાઈ હતી. તેમજ આ સમગ્ર ઘટનાનુ નિરીક્ષણ કરવામાં આવ્યું હતું તેમજ રોજ કામ કરીને તપાસ શરૂ કરવામાં આવી હતી. તપાસ બાદ કારણ બહાર આવશે કે કયા કારણોસર તેનું મૃત્યુ થયું છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો
Be the first to comment