પાલનપુરમાં ખેતરમાં માતા અને તેના બે પુત્રનું મૃત્યુ, જાણો એવું તો શું થયું…

અમુકવાર સોશિયલ મીડિયામાં અમુક એવા બનાવો સામે આવે છે કે જેને વાંચીને તમારી આંખમાં પણ આંસુ આવી જશે. ત્યારે પાલનપુર નો એક બનાવ સામે આવ્યો છે. પાલનપુર તાલુકાના ગઠામણ ગામ નજીક સધીમાના મંદિરની નજીક એ તો ખેતરમાં ગુરૂવારના રોજ સાંજે ચોંકાવનારી ઘટના બની હતી.

સાંજના સમયે ખેતરોમાં પશુઓને પ્રવેશતાં રોકવાના ઝટકા મશીન ના વીજ કરંટ લગાવવામાં આવ્યા હતા. ત્યારે સાંજના સમયે ઝટકા મશીન એના કારણે કરંટ લાગતા માતા અને બે સંતાનોના મૃત્યુ થયા હતા તેના કારણે સમગ્ર પંથકમાં શોકનું વાતાવરણ છવાઇ ગયું હતું.

આ સમગ્ર ઘટનાને લઇને મોડી સાંજ સુધી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઇ ન હતી. મળતી માહિતી અનુસાર પાલનપુર લક્ષ્મીપુરા વિસ્તારમાં રહેતા ખુશાલભાઈ હીરાભાઈ જગણીયા પાલનપુર તાલુકાના ગઠામણ નજીક સધી માતાના મંદિર પાસે ફાર્મ હાઉસ છે.

મળતી માહિતી મુજબ ખુશાલભાઈ ને પુત્ર ભાવેશભાઈ ના પત્ની કોકિલાબેન અને તેમના બાળકો જોમીન (ઉંમર 12 વર્ષ) અને વેદુ (ઉંમર 10 વર્ષ) તેઓ ખેતર પાસેથી પસાર થઇ રહ્યા હતા.

ત્યારે ઝટકા મશીન ના વીજવાયર ની આવતા તેમને કરંટ લાગ્યો હતો અને માતા અને તેની સાથે આવેલા બંને પુત્રનું ઘટનાસ્થળે જ મૃત્યુ થયું હતું. આ સમગ્ર ઘટનાને લઇને પોલીસ મથકોએ ફરિયાદ નોંધાવવામાં આવી નથી.

આ ઉપરાંત વીજળી કંપનીના એક અધિકારીએ જણાવ્યું કે ખેતરમાં ઝટકા મશીન આ કારણથી ત્રણ લોકોના મૃત્યુ ની માહિતી મળી છે. આ સમગ્ર ઘટનાને લઇને વીજળી કંપનીના કર્મચારીઓની ટીમ દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Be the first to comment

Leave a comment

Your email address will not be published.


*