હાલમાં એક એવી ઘટના સામે આવી રહી છે. જે સાંભળીને તમારું પણ હૈયુ કંપી ઉઠશે. ધોલપુરમાં મંગળવારના રોજ મોડી રાતે એક મકાન ધરાશાયી થયું છે. મકાન ધરાશાયી થવાના કારણે એક મહિલા સહિત પાંચ બાળકો કાટમાળની નીચે દટાઈ ગયા હતા. ઘટનાની માહિતી મળતા પોલીસ પોતાની ટીમ સાથે ઘટના સ્થળે પહોંચી આવી હતી.
પોલીસે આસપાસની લોકોની મદદથી કાટમાળ નીચે દબાયેલા ઈજાગ્રસ્ત લોકોને બહાર કાઢીને સારવાર માટે હોસ્પિટલ મોકલવામાં આવ્યા હતા. હોસ્પિટલમાં હાજર ડોક્ટરે ઇજાગ્રસ્ત થયેલા ચારેય બાળકોને મૃત જાહેર કર્યા હતા. જ્યારે મહિલા અને તેની મોટી દીકરીની સારવાર હાલમાં હોસ્પિટલમાં ચાલી રહી છે. એક જ સાથે ચાર બાળકોના મૃત્યુ થતાં ચારે બાજુ માતમ છવાઈ ગયો હતો.
મળતી માહિતી અનુસાર છેલ્લા ઘણા દિવસોથી ધોધમાર વરસાદ પડી રહ્યો હતો. જેના કારણે મકાનનો એક ભાગ જમીનની અંદર ઘૂસી ગયો હતો અને રાત્રે અચાનક જ મકાન થયું હતું. સમગ્ર ઘટનાને લઈને વિસ્તૃતમાં વાત કરીએ તો, પ્રમોદ નામનો વ્યક્તિ પોતાની 35 વર્ષીય પત્ની સોનમ અને પાંચ બાળકો સાથે મણી શહેરમાં ભાડાના મકાનમાં રહે છે.
મંગળવારના રોજ રાત્રે પ્રમોદ કોઈ કામથી બહાર ગયો હતો. પ્રમોદ હલવાઈનું કામ કરે છે. તેની પત્ની અને બાળકો ઘરમાં સુતા હતા. ત્યારે અચાનક જ રાત્રિના સમયે મકાન ધરાસાઈ થયું હતું. જેના કારણે ઘરમાં સૂતેલા તમામ લોકો કાટમાળની નીચે દબાઈ ગયા હતા. આ ઘટના બનતા જ આસપાસના લોકો ઘટના સ્થળે પહોંચી આવ્યા હતા.
લગભગ 2.30 વાગ્યાની આસપાસ પડોશમાં રહેતા યુવકો એ મકાન ધરાશાયી થયું છે તેવી જાણ પોલીસને કરી હતી. ઘટનાની માહિતી મળતા પોલીસ પોતાની ટીમ સાથે ઘટના સ્થળે પહોંચી આવી હતી. પોલીસે સ્થાનિક લોકોની મદદથી કાટમાળની નીચે દબાયેલા લોકોને બહાર કાઢીને હોસ્પિટલ ખસેડ્યા હતા. ત્યારે હોસ્પિટલમાં ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયેલા ચાર બાળકોને ડોક્ટર દ્વારા મૃત જાહેર કરવામાં આવ્યા હતા.
આ ઘટનામાં 5 વર્ષીય સાઈના, 3 વર્ષીય મોતી, 2 વર્ષીય ફીઝા અને અને 4 મહિનાના ગોવિંદનું મૃત્યુ નીપજ્યું હતું. એક જ સાથે એક જ પરિવારના ચાર માસુમ બાળકોના મૃત્યુ થતાં પરિવારમાં માતમ છવાઈ ગયો હતો. મળતી માહિતી અનુસાર મૃત્યુ પામેલા બાળકોની માતાની સારવાર હોસ્પિટલમાં ચાલી રહી છે. આ ઘટનામાં ત્રણ દીકરીઓ અને એક દીકરાનું મૃત્યુ થયું છે. હાલમાં સમગ્ર ઘટનાને લઈને ચારે બાજુ માતમ છવાઈ ગયો છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો
Be the first to comment