કડાણા તાલુકામાં હોળીના દિવસે રાત્રે બનેલી એક ગંભીર અકસ્માતની ઘટના સામે આવી છે. આ અકસ્માતની ઘટનામાં એક જ પરિવારના બે પિતરાઇ ભાઇઓએ પોતાના જીવ ગુમાવ્યા છે. બંનેના મૃત્યુના સમાચાર મળતા જ પરિવાર સહિત આખું ગામ હિબકે ચડયું હતું. આ ઘટનાના કારણે ગામમાં હોળીકા દહન બંધ રાખવામાં આવ્યું હતું.
હોળીના પવિત્ર તહેવારમાં કડાણા તાલુકાના અંધારી ગામમાં માતમ છવાઇ ગયો હતો. મળતી માહિતી મુજબ સંજયભાઈ છત્રભાઈ વાગડિયા, વિપુલકુમાર ઉદાભાઈ વાગડિયા તથા વિજયભાઈ દલાભાઈ વાગડિયા હોળીના દિવસે રાત્રે ઘરેથી સ્વીફ્ટ ગાડી લઈને ત્રણેય પિતરાઈ ભાઈઓ દિવડા કોલોની જવા નીકળ્યા હતા.
ત્યારે રસ્તામાં કાર ચાલક સ્ટેરીંગ પર કાબૂ ગુમાવે છે અને બેકાબુ બનેલી કાર એક પથ્થર સાથે અથડાય છે અને ત્યારબાદ હવામાં ભળી જાય છે. આ ઘટનામાં કારમાં સવાર ત્રણ પિતરાઈ ભાઈઓને માથાના ભાગે ગંભીર ઈજા પહોંચી હતી.
ઘટનાની જાણ થતાં પરિવારજનો અને ગામના લોકો ઘટના સ્થળે પહોંચી આવ્યા હતા. આ અકસ્માતની ઘટનામાં સંજય અને વિપુલ મૃત્યુ થયું હતું. જ્યારે ઇજાગ્રસ્ત વિજયને સારવાર માટે લુણાવાડા હોસ્પિટલ દાખલ કરવામાં આવ્યો હતો.
ઘટનાની જાણ થતાં પોલીસ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી અને આગળની કાર્યવાહી હાથ ધરી હતી. મૃત્યુ પામેલા બંને પિતરાઇ ભાઇઓના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલવામાં આવ્યા હતા અને ત્યારબાદ મૃતદેહને તેમનાં પરિવારજનોને સોંપી દેવામાં આવ્યા હતા.
એક સાથે બે પિતરાઈ ભાઈઓની અર્થી ઉઠતા આખું ગામ હિબકે ચડયું હતું. મૃત્યુ પામેલા વિજયના પિતા ઉદાભાઈનું 2007માં અકસ્માતમાં મૃત્યુ થયું હતું. વિપુલના મૃત્યુના કારણે બે બહેનોએ પોતાના લાડકવાયો ભાઈ ગુમાવ્યો છે. અને માતાનો આર્થિક સહારો છીનવાઇ ગયો છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!
Be the first to comment