ગુજરાત રાજ્યમાં દરરોજ ઘણી અવારનવાર ઘટનાઓ બનતી હોય છે. ત્યારે પાટણમાં બનેલી એક દુઃખદ ઘટના સામે આવી રહી છે. પાટણમાં રવિવારના રોજ એક યુવકનું મૃતદેહ સરોવરમાંથી મળી આવ્યું હતું. આ ઘટના બનતા જ ભારે અફરાતફરી મચી ગઈ હતી.
જાણવા મળી રહ્યો છે કે, ગઈકાલે પાટણના સિદ્ધિ સરોવર ફિલ્ટર પ્લાન્ટની પાછળના ભાગમાંથી એક યુવકનું મૃતદે મળ્યુંહ હતું. ઘટનાની જાણ થતા પોલીસ પોતાની ટીમ સાથે ઘટના સ્થળે પહોંચી આવી હતી. જાણવા મળી રહ્યું છે કે મૃત્યુ પામેલો યુવક પાટણના વિજળકુવા વિસ્તારનો રહેવાસી હતો.
6 ઓક્ટોબરના રોજ તે અચાનક જ ઘરેથી ગુમ થઈ ગયું હતું અને પછી ગઈકાલે તેનું મૃતદેહ સિદ્ધિ સરોવરમાંથી મળી આવ્યું હતું. મૃત્યુ પામેલા યુવકનું નામ સથવારા હસમુખભાઈ ઈશ્વરલાલ હતું અને તેમની ઉંમર 38 વર્ષની હતી. જાણવા મળી રહ્યું છે કે, 6 ઓક્ટોબરના રોજ તેઓ પોતાના ઘરેથી નાઈ ધોઈને બહાર જવું છું તેમ કહીને ઘરેથી નીકળી ગયા હતા.
પછી ગઈકાલે એટલે કે આઠ તારીખના રોજ તેમનું મૃતદેહ મળી આવ્યું હતું. પરિવારના સભ્યોનું કહેવું છે કે તેઓ કડિયા કામ કરતા હતા અને તેઓ માનસિક રીતે બીમાર પણ હતા. પરિવારના સભ્યોને કોઈના પર શક ન હોવાના કારણે તેમને પોલીસ ફરિયાદ પણ કરી નથી.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો
Be the first to comment