છેલ્લા ઘણા સમયથી સુસાઇડના બનાવો ખૂબ જ વધી ગયા છે. ત્યારે હાલમાં બનેલી વધુ એક તેવી જ ઘટના સામે આવી રહી છે. આ ઘટનામાં એક યુવકનું મૃતદેહ ગળાફાંસો ખાધેલી હાલતમાં લટકતું મળી આવ્યું હતું. ઘટનાની જાણ થતા જ પરિવારના સભ્યો અને ગામના લોકો દોડતા થઈ ગયા હતા.
મળતી માહિતી અનુસાર કહેવામાં આવી રહ્યું છે કે ઘટના બની ત્યારે ઘરે કોઈ પણ ન હતું. યુવક ઘરમાં એકલો સૂતો હતો. પછી શંકાસ્પદ સંજોગોમાં યુવકનું મૃતદેહ સાડીના ફાંસાથી લટકતું મળી આવ્યું હતું. આ ઘટના ઉત્તરપ્રદેશના રાયબરેલી માંથી સામે આવી રહી છે.
મળતી માહિતી અનુસાર મૃત્યુ પામેલા યુવકની ઉંમર 20 વર્ષની હતી. ઘટના બની ત્યારે યુવક ઘરમાં એકલો સૂતો હતો અને યુવકની માતા ખેતરમાં ગઈ હતી. કહેવામાં આવી રહ્યું છે કે યુવકે રાત્રે શંકાસ્પદ સંજોગોમાં ગળાફાંસો ખાઈ લીધો હશે.
બીજા દિવસે સવારે પાંચ વાગ્યાની આસપાસ આ ઘટનાની જાણ પરિવારજનોને થઈ હતી. એટલે પછી ઘટનાની માહિતી પોલીસને આપવામાં આવી હતી. ત્યારબાદ પોલીસ ઘટના સ્થળે પહોંચી આવી હતી અને સમગ્ર ઘટનાને લઈને કાયદેસરની કાર્યવાહી શરૂ કરી દીધી હતી.
હાલમાં તો પોલીસે યુવકના મૃતદેહને કબજે લઈને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યું છે. ઉપરાંત પોલીસે પરિવારજનોની ફરિયાદના આધારે વધુમાં તપાસ શરૂ કરી દીધી છે. પોસ્ટમોર્ટમ રિપોર્ટ આવ્યા બાદ યુવકના મૃત્યુનું સાચું કારણ જાણવા મળશે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો
Be the first to comment